ETV Bharat / state

શિક્ષકના નવીનતમ વિચારથી આ શાળામાં ચાલી રહી છે બાળ બેન્ક - porbandar

પોરબંદર: બેન્કમાંથી રૂપિયા ઉપાડવા અને જમા કરવા જતા પડતી મુશ્કેલીઓનો ખ્યાલ તો અનેક પરિવારોને આવતો હોય છે. ફોર્મ ભરતા સમયે સામાન્ય રીતે લોકો મુશ્કેલીમાં મુકાય છે. જો આ પદ્ધતિ બાળકો શીખે તો તે તેના માતા પિતાને કાર્યમાં મદદરૂપ બની શકે એ હેતુ થી પોરબંદરમાં આવેલી શારદા મંદિર પ્રાથમિક શાળાના શિક્ષકોને વિચાર આવ્યો અને બાળકોને આ અંગે માહીતી આપી હતી. બાળકોએ આ શાળામાં બાળ બેન્ક શરૂ કરી છે.

etv bharat porbandar
author img

By

Published : Sep 5, 2019, 10:40 AM IST

Updated : Sep 5, 2019, 4:51 PM IST

કહેવાય છે ને શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હે આ ઉક્તિને સાર્થક કરતા પોરબંદરના શારદા મંદિર પે સેન્ટર શાળાના શિક્ષક પ્રીયેશભાઈ લખલાણી અને દીપેનભાઈ કનૈયાને વિચાર આવ્યો હતો. શાળામાં આવતા બાળકો બચત કરી અને બેન્ક વ્યવહાર વિશે જાણકરી મળે તે હેતુંથી 2016માં બાળ બેન્કની શરૂઆત કરી હતી. સ્કૂલમાં આવતા બાળકો રીસેસમાં નાસ્તા માટે પોકેટ મની લાવતા તેમાથી નાસ્તો લીધા બાદ બચેલા રૂપિયાતે બાળ બેંકમાં જમા કરાવવા લાગ્યા અને આજે આ બાળ બેન્ક વહીવટ બાળકો જ સંભાળે છે.

આવો જાણીએ આ બાળ બેન્ક વિશે

શિક્ષકના નવીનતમ વિચારથી આ શાળામાં ચાલી રહી છે બાળ બેન્ક

આ બાળ બેન્કમાં દૈનિક રજીસ્ટર, પાસબુક, ખાતાઓની યાદી બુક અને સ્ટાફમાં બેન્ક મેનેજર અને કેશિયરની જવાબદારી બાળકો જ સંભાળે છે. જેનું સંચાલન 23 બાળકો કરી રહ્યા છે. જેમાં બે બેન્ક મેનેજર અને 6 કેશિયર છે. નિયમિત કરેલ દિવસમાં મેનેજર અને કેશિયર બદલતા રહે છે. રિશેસના સમયે 10 મિનિટ માટે આ બાળ બેન્ક ખુલે છે. ખાસ પ્રકારની રૂપિયા ઉપાડવા અને જમા કરવાની પ્રિન્ટેડ સ્લીપ ભર્યા બાદ મેનેજર પ્રક્રિયા કરે છે અને રૂપિયા જમા કરે છે. અને તેની નોંધ તારીખ પાસબુક અને ખાતાવહીમાં કરે છે. આ બાદ સમગ્ર વહીવટ કોમ્પ્યુટરમાં પણ નોંધવામા આવે છે. બાળકો હોંશે હોંશે અહી રુપિયા જમા કરાવવા આવે છે.

શ્રી શારદા મંદિર પે સેન્ટર શાળાના શિક્ષક પ્રિયેશ ભાઈ લખલાણીએ જણાવ્યાનુંસાર આ બાળ બેન્કમાં 40થી વધુ રૂપિયા જમા કરાવનાર બાળકની તેના વાલીની સહી સ્લીપમાં કરાવવાની રહે છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે, બાળકના ખાતામાં રૂપિયા વધુ જમા થઈ ગયા હોય તો તેનો મોબાઈલ નંબર નોંધ કરેલી હોય છે. અને વાલીઓની સંમતિ બાદ જ તેમાંથી બાળકને રૂપિયા આપવામાં આવે છે. આ શાળામાં થતી બાળ બેન્કની જમા રકમ SBI બેન્કમાં એકાઉન્ટ બનાવેલું છે. જેમાં આવતી વ્યાજની રકમ સ્ટેશનરી ખર્ચમાં થાય છે. બાળકો બેન્કિંગ જ્ઞાન પણ લઇ રહ્યા છે. બાળકોમાં બચતના નવીનતમ વિચારથી શિક્ષકોનો આભાર માની રહ્યા છે.

Intro:જુઓ આ શિક્ષક ના નવીનતમ વિચારથી શાળા માં ચાલી રહી છે બાળ બેન્ક

( નોંધ બાઈટ ના નામ સ્ક્રીપ્ત માં લખેલા છે )

બેંક માં થી રૂપિયા ઉપાડવા અને જમા કરવા જતા પડતી મુશ્કેલીઓ નો ખ્યાલ તો અનેક પરિવારો ને આવતો હોય છે ફોર્મ ભરતી વેળા સામાન્ય રીતે લોકો અવઢવ માં મુકાય છે જો આ પદ્ધતિ બાળકો શીખે તો તે તેના માતા પિતાને આ કાર્ય માં મદદરૂપ બની શકે એ હેતુ થી પોરબંદર માં આવેલ શારદા મંદીર પ્રાથમિક શાળાના શિક્ષકો ને વિચાર આવ્યો અને બાળકો ને આ અંગે માહીતી આપી અને બાળકો એ આ શાળા માં બાળ બૅન્ક શરૂ કરી

કહેવાય છે ને શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હે આ ઉક્તિ ને સાર્થક કરતા પોરબંદર ના શારદા મંદિર પે સેન્ટર શાળાના શિક્ષક પ્રીયેશભાઈ લખલાણી અને દીપેનભાઈ કનૈયા ને વિચાર આવ્યો શાળા માં આવતા બાળકો બચત કરી અને બેંક વ્યવહાર વિશે જાણકરી મળે તે હેતુંથી 2016 માં બાળ બેંક ની શરૂઆત કરી સ્કૂલમાં આવતા બાળકો રીસેસ માં ભાગ માટે પોકેટ મની લાવતા તેમાથી નાસ્તો લીધા બાદ બચેલા રૂપિયા તે બાળ બેંક માં જમા કરાવવા લાગ્યા અને આજે આ બાળ બેંક નો વહીવટ બાળકો જ સંભાળે છે

Body:આવો જાણીએ આ બાળ બેંક વિશે

આ બાળ બેંક માં દૈનિક રજીસ્ટર ,પાસબુક, ખાતાઓની યાદી બુક અને સ્ટાફ માં બેંક મેનેજર અને કેશિયર ની જવાબદારી બાળકો જ સંભાળે છે જેનું સંચાલન 23 બાળકો કરી રહ્યા છે જેમાં બે બેંક મેનેજર અને 6 કેશિયર છે નિયમિત કરેલ દિવસ માં મેનેજર અને કેશિયર બદલતા રહે છે રિશેસ ના સમયે 10 મિનિટ માટે આ બાળ બેંક ખુલે છે અને ખાસ પ્રકાર ની રૂપિયા ઉપાડવા અને જમા કરવા ની પ્રિન્ટેડ સ્લીપ ભર્યા બાદ મેનેજર પ્રક્રિયા કરે છે અને રૂપિયા જમા કરે છે અને તેની નોંધ તારીખ પાસબુક અને ખાતાવહી માં કરે છે આ બાદ સમગ્ર વહીવટ કોમ્પ્યુટર માં પણ નોંધવામા આવેછે બાળકો હોંશે હોંશે અહી રુપિયા જમા કરાવવા આવે છે

Conclusion:શ્રી શારદા મંદિર પે સેન્ટર શાળાના શિક્ષક priyesh ભાઈ લખલાણી ના જણાવ્યાનુસાર આ બાળ બેંકમાં 40થી વધુ રૂપિયા જમા કરાવનાર બાળકની તેના વાલીની સહી સ્લીપમાં કરાવવાની રહે છે આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે બાળકના ખાતામાં રૂપિયા વધુ જમા થઈ ગયા હોય તો તેનો મોબાઈલ નંબર નોંધ કરેલી હોય છે અને વાલીઓની સંમતિ બાદ જ તેમાંથી બાળકને રૂપિયા ઉપાડવા દેવામાં આવે છે આ શાળા મા થતી બાળ બેંકની જમા રકમ એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ બનાવેલું છે જેમાં આવતી વ્યાજની રકમ સ્ટેશનરી ખર્ચ માં થાય છે આમ બાળકો બેન્કિંગ જ્ઞાન પણ લઇ રહ્યા છે અને બાળકોમાં બચતના નવીનતમ વિચારથી શિક્ષકો નો આભાર માની રહ્યા છે

બાઈટ પ્રિયેશ લખલાણી( શિક્ષક શારદા મંદિર પ્રાથમીક શાળા)

બાઈટ ધારા પાટણેશા(વિદ્યાર્થીની ધોરણ 6)

બાઈટ રેહાન મન્સૂરી (વિદ્યાર્થી ધોરણ 7)
Last Updated : Sep 5, 2019, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.