ETV Bharat / state

પોરબંદરમાં માસ્ક ન પહેરનાર પાસેથી અત્યાર સુધીમાં 74, 650 રૂપિયાનો દંડ વસુલાયો - પોરબંદર કોરોના વાઈરસ ન્યૂઝ

કોરોના વાઈરસના વધતાં સંક્રમણને લઈ પરોબંદરમાં જિલ્લા વહીવટતંત્ર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલવામાં આવતો હતો. જાહેર જગ્યાએ માસ્ક ન પહેરવા બદલ અત્યાર સુધીમાં 74, 650 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

Etv bharat
porbandar
author img

By

Published : May 4, 2020, 10:37 PM IST

પોરબંદરઃ કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. લોકડાઉનના સમયગાળા દરમિાયન ગ્રીન ઝોનમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે માટે સરકાર દ્રારા જરૂરી આંશિક છૂટછાટ આપવામાં આવી છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્રારા The EPIDEMIC DISEASES Act,1897 અને Gujarat Epidemic Diseases COVID-19 Regulations 2020ની જોગવાઇ હેઠળ ફરજીયાત માસ્ક પહેરવાનો હુકમ કરાયો છે. પોરબંદર જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક અથવા રૂમાલ કે લૂઝ કપડાથી મોઢુ ન ઢાંકનાર વ્યક્તિઓ પાસેથી અત્યાર સુધીમાં 74,650 રૂપિયાનો દંડ વસુલ કરાયો છે.

આરોગ્ય સેતુ એપ એવુ સુરક્ષા કવચ છે કે, જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ તમારી નજીક આવે તો તરત જ તમારા મોબાઇલમાં બીપ બીપ અવાજ આવે છે. જેથી કોરોનાના સંક્રમણથી સાવચેત રહેવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા લોકોને જિલ્લા વહિવટીતંત્ર દ્રારા અનુરોધ કરાયો છે. હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલા 915 સેમ્પલ નેગેટીવ આવેલા છે.

પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા, જે સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રીપોર્ટ પણ નેગેટીવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પોઝિટિવ નથી. જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કુલ 852 વ્યક્તિ પૈકી 726 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ 126 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 2191 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી 1256 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે.

આ સાથે જ જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 6.08 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે.નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલા છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.