પોરબંદરઃ જિલ્લાના અરબી સમુદ્ર આગામી 12 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
![પોરબંદરના બંદર પર એક નંબરનુ સિગ્નલ લગાવાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-05-signal-no-1-hosited-10018_29052020234743_2905f_1590776263_603.jpg)
જેના કારણે પોરબંદરમાં વધુ પવન ફૂંકાય રહ્યો છે અને વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. પોરબંદરમાં આવેલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. દરિયા કિનારા સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને સતર્ક રહેવા પણ જણાવાયું છે. સાવચેતીના ભાગ રૂપે એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.