પોરબંદર: શહેરના જડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવે છે. આ શણગારના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
જડેશ્વર મહાદેવના મંદિર ખાતે શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શૃંગાર દર્શનનું આયોજન મંદિરના પૂજારી મનહર વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. શૃંગાર દર્શનનો લાભ ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો. દર્શન દરમિયાન ભક્તોએ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કર્યું હતું.