પોરબંદર જિલ્લામાં આ મહિને દેશભરમાંથી આવેલા તરવૈયાઓનો જમાવડો (Swimmers from across the country in Porbandar) જોવા મળશે. કારણ કે, અહીં 7 અને 8 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા (National Ocean Swimming Competition in Porbandar) યોજાશે, જેનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ (Shree Ram Sea Swimming Club) દ્વારા કરવામાં આવ્યું છે. તો આ સ્પર્ધામાં 940 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. તેમાં મોટી સંખ્યામાં બાળકો, સિનિયર સિટીઝનો તથા પેરાસ્વીમરો પણ જોવા મળશે.
ક્લબના સભ્યોએ આપી માહિતી પોરબંદરના આંગણે કુદરતે રમણીય અને સુંદર મજાનો દરિયાકિનારો આપ્યો છે. ને આ દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ (Shree Ram Sea Swimming Club) દ્વારા છેલ્લા 22 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય અને આ વર્ષે પણ 7 અને 8 જાન્યુઆરીએ નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. આ અંગે આજે વીલા સરકીટ હાઉસ ખાતે (Villa Circuit House Porbandar) એક પ્રેસ કોન્ફરન્સ યોજી શ્રી રામ સી સ્વિમિંગ કલબના પ્રમુખ અને કમિટી સભ્યોએ આ સ્પર્ધા અંગે પત્રકારોને માહિતી આપી હતી.
સ્પર્ધામાં વિવિધ કેટેગરી હશે પોરબંદર ખાતે યોજાનારી સ્પર્ધામાં 1 કિમી, 2 કિમી, 5 કિમી, 10 કિમીની તેમ જ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ 6-14, 14-40, 40-60 અને 60થી વધુ વયના ભાઈઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધા(National Ocean Swimming Competition in Porbandar) યોજાશે.
આ સ્વિમિંગ સ્પર્ધામાં કેટલા લોકો ભાગ લેશે 1 કિમીની વિવિધ કેટેગરીમાં 506, 2 કિમીની વિવિધ કેટેગરીમાં 140, 5 કિમીની વિવિધ કેટેગરીમાં 121, 10 કિમીની વિવિધ કેટેગરીમાં 148 તથા 1અને ૫ કિમીમાં 25 દિવ્યાંગ સ્પર્ધકોએ (National Ocean Swimming Competition in Porbandar) ભાગ લીધો છે.
સ્પર્ધકો સાથે સમુદ્રમાં રેસ્ક્યૂની ટિમ રહેશે તહેનાત આ સ્પર્ધા ઓપન સીમાં હોવાથી રેસ્ક્યૂ માટે ઈન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા (Porbandar Nagarpalika), એસ.એસ.બી., તેમ જ પોરબંદર માછીમારી સમાજનાં પીલાણા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યૂ માટે રીંગ બોયા, લાઇફ જાકીટ પૂરા પાડીને રેસ્ક્યુની કામગીરીમાં સહકાર આપશે. તેમ જ 10 જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત મેડિકલ સહકાર માટે સિવિલ હોસ્પિટલ, પોરબંદર, આરોગ્ય વિભાગ, પોરબંદર તથા સમુદ્રમાં પણ 108ની (National Ocean Swimming Competition in Porbandar) સેવા કાર્યરત્ રહેશે.
2 દિવસ યોજાશે સ્પર્ધા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબને આ સ્પર્ધા યોજવામાં સારો અનુભવ છે. આ સ્પર્ધાની શરૂઆત 7મીએ બપોરે 12.15 વાગ્યાથી થશે. તે દિવસે 2 કિમી, 10 કિમીની રેગ્યુલર તથા દિવ્યાંગો (પેરા સ્વિમર)ની 5 કિમીની સ્પર્ધા યોજાશે. તેમ જ 8મીએ સવારે 6.30 વાગ્યાથી 1 કિમી અને 5 કિમીની ઉંમર વાઇઝ ગૃપ પ્રમાણે ભાઇઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા (National Ocean Swimming Competition in Porbandar) થશે.
આ પણ વાંચો કુછ હટકેઃ ગરબા પ્રેમીઓએ સ્વિમિંગ પુલમાં લીધા રાસ
સ્પર્ધકોને માઈક્રો ચિપ લગાવી ચોક્ક્સ સમયમાપન થશે આ સ્પર્ધા SI (Swimming Federation of India)ના માર્ગદર્શનથી તેમજ FINAના નિયમો મુજબ યોજાય છે. તેમ જ SFIમાંથી ઓબ્ઝર્વર હાજર રહેશે. અહીં તમામ સ્પર્ધકોમાં માઈક્રો ચિપ લગાવવામાં આવશે અને ચોક્કસ સમયનું માપન કરવામાં આવશે તથા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.