- મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવનાં નાદથી ગૂંજ્યા
- એક દિવસ માટે કતલખાના બંધ રાખવા શિવસેનાએ કરી માગ
- અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત
પોરબંદર: મહાશિવરાત્રીના પર્વને લઈને વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને પગલે કેટલાક મંદિરોમાં નિયમો બદલાયા છે. તો કેટલાક મંદિરોમાં આ વખતે સાદગીપૂર્ણ પૂજાના કાર્યક્રમો આયોજિત કરાયા છે. આ વચ્ચે પોરબંદરમાં શિવસેના દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તલખાના બંધ કરાવવાની માગ કરી હતી.
અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર હોવાથી આ પાવન દિવસે કતલખાના બંધ રાખવામાં આવે અને શહેરમાં માસ, મચ્છી, મટન સહિતની વસ્તુઓના વેચાણ પર જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માગ પોરબંદર શિવસેનાનાં યુવાસેનાનાં પ્રમુખ વિજયભાઈ ખૂટીએ કરી હતી. કલેકટર કચેરીએ શિવસેનાના પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ બાબતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.