ETV Bharat / state

કોંગ્રેસનો આક્ષેપ- કુતિયાણામાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મોટું કૌભાંડનો થયું - ચણાની ખરીદીમાં કૌભાંડનો થયાનો કોંગ્રેસનો આક્ષેપ

કુતિયાણા પંથકમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કૌભાંડનો થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગુજકોમાસોલ દ્વારા ચણાની ખરીદીમાં થયેલા કૌભાંડ માટે જવાબદાર અધિકારી તેમજ કૌભાંડ આચરનાર વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે.

કુતિયાણા
કુતિયાણા
author img

By

Published : May 28, 2020, 10:27 PM IST

પોરબંદર: જિલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાનો તથા કેશુભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ આજે કુતિયાણા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી એવું જણાવ્યું છે કે, ઘેડ પંથકમાં સારા વરસાદના કારણે ચણાનો ભરપુર પાક થયો છે, પરંતુ કોરોના મહામારીના કારણે કોઈ ચણા લેવા તૈયાર નથી તો બીજી તરફ હાલ સરકાર દ્વારા જે ઓનલાઈન ખરીદી હતી તે પણ બંધ કરી દેવાઈ છે.

કુતિયાણા તાલુકામાંથી અંદાજીત 3350 ખેડૂતોની ચણાની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી ગુજકોમાસોલ સેન્ટર દ્વારા 770 જેટલા ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી છે અને તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો છે. છેલ્લા બે દિવસમાં કુતિયાણા તાલુકાના રાજકીય આગેવાનો દ્વારા આ ખરીદીમાં રસ લઇ એન તેમના મળતિયાઓના નામે કે જે ખેડૂતોએ ચણાનું વાવેતર પણ કરેલું ન હતું, તેનું ઓનલાઈન કરાવી તેમના 7/12 અને 8 અનો ઉપયોગ કરી વેપારીઓ પાસે બજારમાંથી નીચા ભાવે તથા હલકી ગુણવત્તાના ખરીદેલા ચણા ટેકાના ભાવે ચડાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આ અંગે કોંગ્રેસ દ્વારા ખોટા નામ ચડાવેલા ખેડૂતોનું લીસ્ટ અને ઓડિયો ક્લિપના પુરાવા સાથે આવેદન પત્ર તૈયાર કરી પ્રાંત અધિકારી ઉપરાંત કુતિયાણાના ખેતીવાડી અધિકારી, પોરબંદર જિલ્લા કલેકટર, પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી, ગુજકોમાસોલ ચેરમેન વગેરેને પણ મોકલવામાં આવ્યું છે અને તાત્કાલિક ખેડૂતોનો ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવે.

ગુજકોમાસોલ દ્વારા ચણાની ખરીદીમાં થયેલા કૌભાંડ માટે જવાબદાર અધિકારી તેમજ કૌભાંડ આચરનાર વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જો આ માંગણીઓ પર ધ્યાન દેવામાં નહીં આવે અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો કોર્ટનો દરવાજો ખખડાવવા અને ઉપવાસ આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.