પોરબંદર: રાણાવાવમાં 65 વર્ષની વૃદ્ધાના ઘરે શનિવારે સાંજના સમયે ચોરીના (Robbery with Murder case Porbandar) ઉદેશ્યથી એક શખ્સ ઘુસી આવ્યો હતો. આ લુંટ દરમિયાન તસ્કરીઓ દ્વારા વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી અને ચોરી કરી લુંટારુઓ નાસી છૂટયાં હતાં. આ મામલે પોલીસ (Ranavav Police) દ્વારા હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આશરે 90,000ની કિંમતની ચોરી કરાઇ
રાજ્યમાં દિનપ્રતિદિન ઢગલા બંધ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે વધુ એક લુંટ વીથ મર્ડરનો સનસનાટી ભર્યો કિસ્સો રાણાવાવ ખાતેથી સામે આવ્યો છે. જેમાં 65 વર્ષની વૃદ્ધાને ચોરી દરમિયાન તસ્કરો દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી, સોનાનો ચેન અને સોનાના પાટલાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આશરે 90,000ની કિંમતની ચોરી કરાઇ છે.
રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ રાણાવાવ પોલીસને મળતા તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાનું મોત થતા લુંટનો મામલો હત્યાના કેસમાં પરિવર્તન પામ્યો હતો. આ મામલે રાણાવાવ પોલીસ (Ranavav Police) દ્વારા શહેરના CCTVના આધારે હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરાય છે
આ પણ વાંચો:
Robbery Case In Jamnagar: પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ
Robbery Case In Morbi:મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ