પોરબંદરમાં મદ્રેસા સ્કૂલ માં શરૂ થયેલ આ હોમીઓપેથીક કેમ્પમાં મુંબઈના નામાંકિત તબીબની ટીમ માં ડો.જવાહર શાહ, ડો કેતન પટેલ, ડો,સ્વેતા દેવડીગા, ડો નિરૂપમ સહિતના તબીબો બાળકોનું નિદાન અને અન્ય દર્દીઓનું પણ નિદાન કરશે.
ઉપરાંત જરૂરિયાત મંદ દર્દીઓને એક વર્ષ સુધી દવા વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં JCI પલ્સ અને વિજે મદ્રેસા સ્કૂલના સેક્રેટરી ફારૂક સુર્યા દર્દીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહિલે CBI ના પૂર્વ મેનેજર અને મુસ્લિમ અગ્રણી ઇકબાલ બાપુ તીરમજી અને રિઝવાન આડતીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ ફાઉન્ડેશનના પ્રણેતા રીઝવાન આડતીયાએ વધુમાં વધુ લોકોને આ કેમ્પનો લાભ લેવા જણાવ્યું હતું.