આથી તેઓએ ભારતીય તટ રક્ષક દળને ફોન કરી જાણકારી આપી હતી. ભારતીય તટ રક્ષક દળની ઇન્ટરસેપ્ટર શિપ ચાર્લી-408 લઇ ભારતીય તટ રક્ષક દળના જવાનો તાત્કાલિક આ ક્રુમેમ્બરોને બચાવવા નીકળી ગયા હતા. દરિયામાં ખરાબ વાતાવરણ હોવાના કારણે અનેક મુશ્કેલીઓ પડતી હતી. જેનો સામનો કરી 7 ક્રુમેમ્બરોને બચાવવામાં સફળતા મળી હતી.
જેમાનો એક ક્રુમેમ્બર લાપતા બન્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં હવાની દિશા પરથી એરક્રાફટની મદદ લઈને આ લાપતા ક્રુમેમ્બરને પણ ભારતીય તટરક્ષક દળના જવાનોને બચાવી લીધા હતા. આ સાથે પોતાના જીવ જોખમમાં મુકી જવાનો દ્વારા ક્રુમેમ્બરોને બચાવાઈ લેવાતા બાર્જના ક્રુમેમ્બરોએ ભારતીય તટરક્ષક દળના જવાનોનો આભાર માન્યો હતો.