પોરબંદરઃ જિલ્લામાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 22 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કરે છે. જોકે, દર વર્ષે આ ક્લબ દરિયાની વચ્ચે જઈને ધ્વજવંદન (Republic Day Celebration in Porbandar) કરે છે. આ જ રીતે આજે પણ દરિયાની વચ્ચે (Flag salute in the middle of the sea in Porbandar) ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો- CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન
દિવ્યાંગજનોએ પણ તિરંગાને આપી સલામી
આ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ક્યાકિંગ ક્લબનું ઉદ્ઘાટન (Inauguration of Kayaking Club at Porbandar) કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વિમિંગ સ્પર્ધાના વિજેતાઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ કલબે દરિયાની વચ્ચે (Flag salute in the middle of the sea in Porbandar) ધ્વજવંદન કર્યું હતું. તો કલબના સભ્યો અને દિવ્યાંગજનોએ સાથે મળીને ધ્વજવંદન કરી દેશ પ્રેમની આનોખી ભાવના પ્રગટ કરી હતી.
ક્યાકિંગ કલબનું કરાયું ઉદ્ઘાટન
પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ છેલ્લા 22 વર્ષથી 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આ રીતે ધ્વજવંદન (Republic Day Celebration in Porbandar) કરે છે. સાથે જ તેઓ યુવાનોને સાહસિકતાનો સંદેશ આપે છે. કોઈ પણ બાબત અશક્ય નથી અને સાહસ ખેડવાની વૃત્તિ યુવાનોમાં વધે તે હેતુથી અને રાષ્ટ્ર ભાવના જળવાઈ રહે તે ઉદ્દેશથી સમુદ્રમાં આ પ્રકારે ધ્વજવંદન (Flag salute in the middle of the sea in Porbandar) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્યાકિંગ કલબનું પણ ઉદ્ઘાટન (Inauguration of Kayaking Club at Porbandar) કરાયું હતું, જેમાં 10 ક્યાક સાથે કલબના સભ્યોએ ધ્વજવંદન કર્યું હતું.
સ્વિમિંગ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ
આ અગાઉ યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન કરતી શ્રીરામ સી સ્વિમિંગ કલબના હર્ષિત રૂઘાણીએ જણાવ્યું હતું કે, પોરબંદર હવે વોટર સ્પોર્ટ હબ બનશે. આગામી સમયમાં વોટરને લગતા સપોર્ટમાં વધારો કરવામાં આવશે.