પોરબંદરમાં ગાંધીજીનું જન્મ સ્થળ આવેલું છે જે સ્થળે ગાંધીજીનો જન્મ થયો હતો તે સ્થળ ગાંધીજીના જુના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધીજીનું જન્મસ્થળ બે વિભાગમાં છે જેમાં એક તેમનું ઘર છે જ્યાં તેનો જન્મ થયો હતો જે ખુબ જ જુનવાણી હાલતમાં છે આથી તેનું સમારકામ દર વર્ષે કરવામાં આવે છે અને નાનજી કાલિદાસ મહેતાની સહાયથી બનાવવામાં આવેલુ્ં નવું કીર્તિમંદિર જેના લોકો દર્શન કરી શકે છે. પરંતુ ગાંધીજીના મુખ્ય ઘરના દર્શન ન થતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ છે અને પ્રવાસીઓ જણાવ્યું હતું કે, સમારકામનું કાર્ય રાત્રે પણ કરી શકાય છે. આથી જો દિવસે ગાંધીજીનું જન્મસ્થળ ખુલ્લું રાખવામાં આવે અને દૂર દૂરથી આવતા પ્રવાસીઓ ઈને આવતા હોય છે, પરંતુ દરવાજા બંધ જોતા તેમની તમામ આશાઓ નિરાશામાં પરિવર્તિત થાય છે. આમ પુરાતત્વ વિભાગમાં આવેલ આ જન્મ સ્થળને જો દિવસના સમયમાં ખુલ્લુ મૂકવામાં આવે અને રાત્રીના સમારકામ કરવામાં આવે તો અનેક લોકો તેની મુલાકાત લઈ શકે.
પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 11 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી આ સમારકામ કાર્ય ચાલુ રહેશે. જેમાં ફ્લોરિંગ વર્ક અને બારી દરવાજા ઓઇલ પેઈન્ટ કરવાનું કાર્ય કરવાનું હતું. જેમાંથી ફ્લોરિંગનું કાર્ય પુર્ણ કરવામાં આવ્યું છે. માત્ર બારી દરવાજા અને ઓઇલ પેઇન્ટ કરવાનું કાર્ય હવે બાકી છે. આ ઉપરાંત બાકી રહેલ વધુ કાર્ય બીજી ઓક્ટોબર પછી કરવામાં આવશે, પરંતુ હાલ તો પ્રવાસીઓ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે.