ETV Bharat / state

રાણાવાવમાં ગુમ થયેલ બે દિકરીઓને શોધી કાઢતી પોલીસ

author img

By

Published : Oct 20, 2020, 5:26 AM IST

પોરબંદરના રાણાવાવમાં દેવીપુજક સમાજની એક પરિવારની બે પુત્રી ગુમ થયાની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા રાણાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં બંને દીકરીઓને વેરાવળથી શોધી હેમખેમ પિતાને સોંપી હતી. દેવીપૂજક પરિવારએ પોલીસનો આભાર માન્યો હતો.

રાણાવાવમાં ગુમ થયેલ બે દિકરીઓને શોધી કાઢતી પોલીસ
રાણાવાવમાં ગુમ થયેલ બે દિકરીઓને શોધી કાઢતી પોલીસ
  • રાણાવાવની બે દિકરીઓને શોધી કાઢતી પોલીસ
  • ગુમ થયેલ પુત્રીઓ મળી જતા પિતાએ પોલીસનો માન્યો આભાર
  • પોલીસે વેરાવળથી બન્ને પુત્રીને શોધી
  • ગુમ થયેલ બને દીકરીને શોધવા પિતાએ પોલીસની લીધી મદદ

પોરબંદરઃ શહેરના એક દેવીપુજક સમાજની બે દિકરીઓ રાતે ગાયબ થઇ હતી. 17/10/2020ના રોજ સાંજના સમયે એક પિતાએ રાણાવાવ પોલીસ સ્ટેશન આવી પોતાની બે દિકરીઓ ઘરેથી ક્યાંક જતી રહેલ હોવાની હકીકત જણાવી હતી. બન્ને દિકરીઓને સત્વરે શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સુચના આપવામાં આવી હતી.

રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. બી.એસ.ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ. સી.ટી.પટેલ તથા વિજયભાઈ ભુતિયાએ પોરબંદર જિલ્લાના ટેકનિકલ સેલની મદદથી બન્ને દિકરીઓ સાપર વેરાવળ તરફ હોવાની હકીકત મળતા ટીમ વેરાવળ રવાના કરી હતી.

જાણો શુ હતું ગુમ થવાનું કારણ !

પોલીસે વેરાવળમાં બન્ને દિકરીઓને ગણતરીના કલાકોમાં શોધીને પરત લાવતા બન્ને દિકરીઓને ગુમ થવાનું કારણ પૂછતાં તેઓએ ઘરકામ બાબતે રીસાઈને પોતાના માસીના ઘરે જતી રહી હોવાનું જણાવ્યું હતું.

પિતાએ માન્યો પોલિસનો આભાર

રાણાવાવમાં દેવીપુજક સમાજની બે દીકરીઓ ઘરેથી કાંઇ પણ કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. જેથી તેના પિતા ચિંતામાં મુકાયા હતા અને પોલિસની મદદ લેતા પોલીસે વેરાવળથી દિકરીઓને શોધી બન્નેને દીકરીઓને તેના પિતાને સોંપી આપી હતી. તેના પિતા તથા પરીવારજનોએ પોરબંદર જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.