આ પહેલા પણ ઘણા યુવાનો પોરબંદર તરફથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમી ચુક્યા છે. હાલમાં જ યુવા જયદેવ ઉનડકટ જેવા આંતર રાષ્ટ્રીય ક્રિકેટર પોરબંદરે આપ્યો છે. તેથી જ પોરબંદરની આ સંસ્થાએ યુવાનોનુ ટેલેન્ટ બહાર લાવવા આ સ્પર્ધાનુ આયોજન કર્યું હતું.
આ ટુર્નામેન્ટમાં પોરબંદરની કુલ 16 શાળા-કોલેજોની ટીમોએ ભાગ લીધેલો છે. બુધવારે ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદરમાથી ગુજરાતથી લઇ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચેલા લોકોને યાદ કર્યા હતા. જેમાં તેમના પુત્ર સંદિપ ઓડેદરા પણ ગુજરાતસ્તર પર ટીમનું સુકાન સંભાળી ચુક્યા છે, તેથી તેમની પાસેથી પણ કોઇ માર્ગદર્શન જોતું હોય તો ગમે ત્યારે લઇ શકે તેવું જણાવ્યું હતું. ઉદ્ઘાટન પહેલા તમામ ખેલાડીઓ અને મહેમાનોએ પુલવામા આંતકી હુમલાના શહિદ જવાનોને 2 મિનિટનુ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.