ETV Bharat / state

Save Porbandar sea committee દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા - Public awareness program

પોરબંદરમાં જેતપુરના ઉદ્યોગોનો કદળો પોરબંદરના દરિયામાં ઠાલવવા સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સેવ પોરબંદર સી કમિટિ (Save Porbandar sea committee) દ્વારા અનેક લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. લોકો આ અંગે પણ વધુમાં વધુ જોડાય તે માટે આજે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માછીમારોને આ પ્રોજેક્ટથી મોટું નુકસાન થવાનું હોય આથી ખારવા સમાજના વાણોટે પ્રથમ સહી કરી સહી આ અભિયાનને ટેકો આપી લોકોને જોડાવા અપીલ કરી હતી અને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

સેવ પોરબંદર સી કમિટિ દ્વારા અનેક લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા

author img

By

Published : Jul 5, 2021, 12:16 PM IST

  • જેતપુરના ઉદ્યોગોનો કદળો પોરબંદરના દરિયામાં ઠાલવવા પ્રોજેક્ટ સામે ઉગ્ર વિરોધ
  • ખારવા સમાજના વાણોટ પવને પ્રથમ સહી કરી ઝુંબેશ શરૂ કરી
  • પોરબંદરના સમાજ શ્રેષ્ઠીઓ સહિતના સામાજિક કાર્યકર્તાઓ પણ અભિયાનમાં જોડાયા

પોરબંદર : જેતપુરના સાડી ઉદ્યોગોનો કેમીકલયુકત કદળો પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાનો પ્રોજેકટ તૈયાર થતા આ પ્રોજેકટ રદ્દ કરવા અનેક લોકો દ્વારા અને સંસ્થાઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને રદ્દ કરવા માટે જિલ્લા કલેક્ટર સહિત પ્રદુષણ વિભાગના અધિકારીઓને આવેદનપત્રો પાઠવીને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે.

આ પણ વાંચો : ભાગવતના નિવેદન પર દિગ્ગીની ટિપ્પણી, ઓવૈસીએ કહ્યું - આ નફરત હિન્દુત્વની દેન છે...

સમાજ શ્રેષ્ઠીઓ સહિતના સામાજિક કાર્યકર્તાઓ પણ અભિયાનમાં જોડાયા

જેતપુરનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવામાં આવશે તો દરિયાઈ સૃષ્ટિ નાશ પામશે. તેમજ મત્સ્યોદ્યોગ તેમજ તેની સાથે સંકળાયેલા અનેક ધંધા-રોજગારને આર્થિક ફટકો પડશે. જેથી આ પ્રોજેક્ટ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવશે. તે માટે સેવ પોરબંદર સી કમિટિ (Save Porbandar sea committee) દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સેવ પોરબંદર સી કમિટિની ટીમ (Save Porbandar sea committee) દ્વારા સહી ઝુંબેશમાં ગઈકાલે રવિવારે સમસ્ત ખારવા સમાજના વાણોટ પવન શિયાળે પ્રથમ સહી કરી હતી અને ત્યારબાદ પંચ પટેલ અને ખારવાસમાજના આગેવાનોએ સહીઓ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સેવ પોરબંદર સી કમિટિ દ્વારા અનેક લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા
સેવ પોરબંદર સી કમિટિ દ્વારા અનેક લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા

આ પણ વાંચો : Road Accident: જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત

નાગરિકોને પત્રિકા વિતરણ કરી સહીઓ લેવામાં આવી

આ કમિટિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચીને નાગરિકોને પત્રિકા વિતરણ કરી સહી અભિયાન ચલાવ્યું હતું. સાંજે ચોપાટી ખાતે નાગરિકોને પત્રિકા વિતરણ કરી સહીઓ (Signature) લેવામાં આવી હતી. સેવ પોરબંદર સી કમિટિ(Save Porbandar sea committee) દ્વારા આ સહી અભિયાન આગામી એક માસ સુધી ચલાવવામાં આવશે. લોકોને પોરબંદરનો સમુદ્ર બચાવવા માટે જાગૃત કરવામાં આવશે. તેવું ડૉ. નૂતન ગોકાણીએ જણાવ્યું હતુ. પોરબંદરના સમાજ શ્રેષ્ઠીઓ સહિતના સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.