ETV Bharat / state

વિસાવાડામાં પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષિત અભિયાન કેમ્પનું આયોજન કરાયું

પોરબંદર જિલ્લાના PHC વિસાવાડા અને પોરંબદર 108 અને ખિલખિલાટની ટીમ દ્વારા સગર્ભા માતાઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 131 (262 pickup drop) જેટલી સગર્ભા માતાઓનું પોરબંદર જિલ્લાની હલીમા હોસ્પિટલના પ્રખ્યાત ગાયનેક ડોક્ટર નસરૂમ દ્વારા સગર્ભા માતાનું ચેકપ તથા નિદાન કરવામાં આવ્યું હતું.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Feb 22, 2020, 9:16 PM IST

પોરબંદરઃ PHC વિસાવાડા ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં PHC વિસાવાડાના ડૉ. જીજ્ઞાશા થાનકી, ડો. વિક્રમ મોઢવાડીયા અને 108ના પોગ્રામ મેનેજર જયેશ કારેણા, પોરબંદર જિલ્લાના જિલ્લા અધિકારી મિલન જાની, પોરબંદર જિલ્લાની 108 અને ખિલખિલાટ ટીમ દ્વારા આ કેમ્પમાં સગર્ભા માતાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સગર્ભાને પૌષ્ટિક આહારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિસાવાડામાં પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષીત અભિયાન કેમ્પનું આયોજન કરાયુ

પૌષ્ટિક આહારમાં ફણગાવેલા મગ, ચણા, ચોળી, મગફળી, નાળિયેર અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સગર્ભા અવસ્થા દરમિયાન રાખવામાં આવતી પરેજી વિશે સલાહ-સુચન આપવામાં આવ્યા હતા. PHC વિસાવાડા ખાતે યોજવામાં આવેલા આ કેમ્પને સફળ બનાવવા માટે વિસાવાડા ગામનાં સરપંચ માલદે ભાઇ કેશવાલા, વિસાવાડા ગામનાં આગેવાન રણમલ ભાઇ કેશવાલાએ હાજરી આપી હતી. તેમજ 108ના પોરબંદર જિલ્લાના જિલ્લા અધિકારી મિલન જાનીના સુંદર માર્ગદર્શન દ્વારા અને 108ના રાજેશ જોષી, અક્ષય ચુડાસમા, ચિંતન મકવાણા, પ્રવીણ બાંભણીયા, અતુલ કરગટીયા,ખિલખિલાટના કેપ્ટન સત્યમ રાવલ, જીતેશ વિરમગામા, યોગેશ ઓડેદરા દ્વારા સગર્ભા માતાઓને ઘરેથી લઈ આવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સગર્ભા માતાઓનું ચેકઅપ થઈ ગયા બાદ આ સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે કેમ્પથી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા તેમજ PHC વિસાવાડાનો તમામ સ્ટાફ ઉપસ્થિત હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.