- વિરોધ પક્ષ દ્વારા સુદામા મંદિરમાં યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા અંગે કોઈ ચર્ચા ન કરાઇ
- પોરબંદરમાં અનેક સમસ્યાઓના નિરાકરણ માટે વિરોધ પક્ષના મુદાઓ ધ્યાનમાં ના લેવાયાનો આક્ષેપ કર્યો હતો
- નગરપાલિકાની જનરલ મિટિંંગ લાગુ પડતા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી
પોરબંદરઃ છાયા નગરપાલિકાનું બજેટ 26/03/2011 ના રોજ પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયુ હતું. તેમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને માત્ર એક મિનિટમાં બજેટ મંજુર કરવામાં આવતા વિરોધ પક્ષ ના ફારૂક સૂર્યાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
નગરપાલિકાની જનરલ મિટિંગ લાગુ પડતા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી
વિરોધ પક્ષના ફારૂકભાઇ સૂર્યા તથા જીવનભાઈ જુંગી , ભીખાભાઈ સીદીભાઇ ઢાકેચા, અને ભરતભાઈ ઓડેદરા તથા રસીદાબેન ,ભાનુબેન જુંગી અને વિજુબેન પરમારે પાલિકામાં માત્ર એક મિનિટમાં સત્તા પક્ષે 18 મુદ્દાના બજેટને મંજૂરી સર્વાનુમતે આપી દેતા જિલ્લા કલેક્ટર એન.એમ.મોદીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વિરોધ પક્ષના એક પણ મુદ્દાને સાંભળ્યા વિના સત્તા પક્ષના સદસ્યોએ વોકઆઉટ કર્યું હતું. જે કાયદાની વિરુદ્ધ છે અને વિપક્ષને બોલવાનો અધિકાર છીનવી લેવામાં આવતા મિટિંગનું વિડિયો રેકોર્ડિંગ થાય અને સક્ષમ અધિકારીની મિટિંગમાં કાર્યવાહીનું નિરીક્ષણ કરવા ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ કોડિનાર પાલિકામાં 12 કરોડના વિકાસના કામ વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું
એક મિનિટમાં બજેટ કાર્યવાહી પૂર્ણ કરાઇ
નગરપાલિકા અધિનિયમ મુજબ અને કાયદાઓની જોગવાઇઓ મુજબ નગરપાલિકાની જનરલ મીટીંગ લાગુ પડતા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. વિપક્ષના સદસ્યોએ પોરબંદર શહેરને લગતા અલગ-અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં સુદામા મંદિરમાં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે રહેવાની વ્યવસ્થા અંગે પણ જણાવ્યું હતું પરંતુ આ મુદ્દે સત્તાધારી પક્ષે કોઈ ચર્ચા કરી ન હતી અને એક મિનિટમાં બજેટ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.