- 2જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે યોજાશે સર્વધર્મ પ્રાર્થનાસભા
- મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ડીઝીટલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે
- 2જી ઓકટોબર-સ્વચ્છતા દિનની હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવણી કરાશે
- તાજાવાલા હોલ ખાતે 'નલ સે જલ' કાર્યક્રમ
- બીરલા હોલ ખાતે જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ
પોરબંદર : પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિર્મિતે 2જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે સવારે 8 કલાકથી યોજાનાર સર્વધર્મ પ્રાથનાસભા અંતર્ગત કલેકટર ડી.એન. મોદીના અધ્યક્ષસ્થાને આયોજન અને અમલીકરણની બેઠક યોજાઇ હતી.
2 જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે યોજાશે સર્વધર્મ પ્રાર્થનાસભા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિર્મિતે કીર્તિમંદિર ખાતે યોજાનાર સર્વધર્મ પ્રાથનાસભામાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ડીઝીટલ માધ્યમથી ઓનલાઇન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના પ્રભારી જવાહરભાઇ ચાવડા, પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર સહિતનાં મર્યાદિત સંખ્યામાં મહેમાનો રૂબરૂ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 9:30 કલાકે તાજાવાલા હોલ ખાતે નલ સે જલ કાર્યક્રમ તથા 10:30 કલાકે બીરલા હોલ ખાતે જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તથા 2જી ઓકટોબર-સ્વચ્છતા દિનની હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવણી કરવામાં આવશે.આ આયોજન અને અમલીકરણની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડા રવિકુમાર સૈની, નિવાસી અધિક કલેકટર રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.