ETV Bharat / state

પોરબંદરની સૃષ્ટિએ કોરોના વોરિયર્સ રાજયકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો - Porbandar Ramakrishna Mission

કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેવા સમયે ગુજરાતમા લોકડાઉન દરમિયાન બાળકોમાં પ્રવૃત્તિ ચાલુ રહે તે હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ ઓનલાઇન ગુજરાત ગૌરવ દિન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કોરોના વોરિયર્સ વિષય પર નિબંધ લખી પોરબંદરની છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીએ 170000 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમાંક મેળવતા શિક્ષણપ્રધાનના હસ્તે 25 હજારનો ચેક મેળવી પોરબંદરનું ગૌરવ વધારતા ઠેર-ઠેરથી તેને શુભેચ્છાઓ મળી રહી છે.

porbandar
પોરબંદરની સૃષ્ટિએ કોરોના વોરિયર્સ રાજયકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
author img

By

Published : Sep 10, 2020, 3:43 PM IST

  • પોરબંદરની સૃષ્ટિ કોરોના વોરિયર્સ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ
  • ઓનલાઈન નિબંધ સ્પર્ધામાં કોરોના વોરિયર્સ વિષય પર નિબંધ સબમીટ કર્યો
  • શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 25,000નો ચેક મેળવ્યો
  • મિત્રવર્તુળ અને શિક્ષકગણ સહિત તમામ લોકોએ શુભેચ્છા પાઠવી

પોરબંદર : ઘેડીયા રાજપરા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી સૃષ્ટિ અમિત જગતિયા (ઉ.10) એ લોકડાઉન દરમિયાન રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત ગૌરવ દિન સ્પર્ધામાં ઓનલાઈન નિબંધ સ્પર્ધામાં કોરોના વોરિયર્સ વિષય પર નિબંધ સબમીટ કર્યો હતો. આ નિબંધ સ્પર્ધામાં 1 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી સૃષ્ટિ જગતિયાનો પ્રથમ ક્રમાંક આવતા તા. 4 સપ્ટેમબર 2020ના રોજ ગાંધીનગર-કોબા સેન્ટર ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તેને 25 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

porbandar
પોરબંદરની સૃષ્ટિએ કોરોના વોરિયર્સ રાજયકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
પોરબંદરની ઘેડીયા રાજપરા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતી સૃષ્ટિ બાળપણથી જ હોશિયાર અને ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ દાખવે છે. તેના માતા-પિતા અમિતભાઈ તથા નયનાબેન જગતિયા શિક્ષકો છે. આ ઉપરાંત પોરબંદરમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાનાર અનેક સ્પર્ધાઓમાં સૃષ્ટિએ મેદાન માર્યું છે. ખાસ કરીને પોરબંદરના રામકૃષ્ણ મિશનમાં દર વર્ષે યોજાતી બાળસંસ્કાર શિબિરમાં પણ સૃષ્ટિ ભાગ લે છે. તેમજ રામકૃષ્ણ મિશનમાં પણ યોજાતી અનેક સ્પર્ધાઓમાં સૃષ્ટિ હંમેશા આગળના ક્રમાંકે આવે છે, તેમ રામકૃષ્ણ મિશનના સ્વામી આત્માનંદ દીપાનંદજીએ જણાવ્યું હતું. તેમજ સૃષ્ટિ જીવનમાં આગળ વધે અને સફળતા મેળવે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.

સૃષ્ટિના જણાવ્યાનુસાર તેણે આનિબંધ પાછળ માતા-પિતા તથા શિક્ષકોનું માર્ગદર્શન મળ્યું હતું. તેમજ ભવિષ્યમાં શિક્ષક બની યુવાનોને સારું શિક્ષણ આપવાનું સપનું છે તેમ જણાવ્યું હતું. સૃષ્ટિને પોરબંદર સહિત મિત્ર વર્તુળ અને શિક્ષક ગણ સહિત તમામ લોકોએ શુભેચ્છા પાઠવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.