ETV Bharat / state

વરસાદ ખેંચાતા પોરબંદરના પશુપાલકો ચિંતામાં, ઘાસચારો ઘટતાં તંત્રને કરી રજૂઆત - Gujarati news

પોરબંદર: જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા જનજીવન ખોરવાયું છે. ત્યારે પશુઓ માટે ઘાસચારો ન મળતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. વરસાદ પર નભતાં ગુજરાનને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઇ રહ્યું હોવાથી મદદ માટે સ્થાનિક તંત્રમાં રજૂઆત કરી હતી. પણ તંત્રમાં આ અંગે કોઇ સતર્કતા જોવા મળી રહી નથી.

વરસાદ ખેંચાતા પોરબંદરના પશુપાલકો ચિંતામાં, ઘાસચારો ઘટતાં તંત્રને કરી મદદની રજૂઆત
author img

By

Published : Jul 20, 2019, 6:05 AM IST

આમ તો રાજ્યમાં વરસાદનો પ્રારંભ થઇ ગયો છે. પણ વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે લોકોને ભારે હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. વાવણી કર્યા પછી વરસાદ ન પડતાં ખેડૂતોમાં આર્થિક નુકસાનની ભીતિ સર્જાઇ રહી છે.

તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારો ઘટી રહ્યો છે. જેના કારણે પશુપાલકોનું જીવન ખોરવાયું છે. તેમને ભારે આર્થિક બોજા હેઠળ જીવવું પડે છે. જેને પગલે પશુપાલકોએ પોરબંદર જિલ્લા પ્રમુખ નિલેશ મોરી, નાયબ વન સંરક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરને ઘાસચારો પૂરો પાડવા માટે માંગ કરી હતી. જો કે, તંત્રએ હજુ સુધી પશુપાલકોની મદદ માટે કોઇ પગલાં નથી. ત્યારે વરસાદની રાહ જોતા પશુપાલકો મદદની આશાએ પોતાને આશ્વાસન આપી રહ્યાં છે.

Intro:પોરબંદર જિલ્લા માં વરસાદ ખેંચાતા માટે પશુ પાલકો માટે ઘાસચારા ની માંગ

પોરબંદર જિલ્લા માં વરસાદ ન પડતા ખેડૂતો સહીત અનેક લોકો મુશ્કેલી માં મુકાયા છે ત્યારે મૂંગા પશુ ઓ માટે પણ ઘાસચારા ની સમસ્યા ઉભી થઇ છે
જેને લઈને પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ ભાઈ મોરી એ નાયબ વન સંરક્ષણ અધિકારી પોરબંદર ,જિલ્લા કલેકટર તથા પ્રભારી મંત્રી જવાહરચાવડા
ને પોરબંદર પંથક માં રહેતા પશુપાલકો ને ઘાસચારા ની જરૂરિયાત પુરી પાડવા માંગ કરી હતી
પોરબંદર જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદ પડ્યો હતો અને આ વર્ષે પણ વરસાદ પાછો ખેંચાતા ઘાસચારા ની તંગી ઉભી થઇ છે અને ઘાસચારા ની જરૂરિયાત ઉભી થતા પોરબંદર જિલ્લાના પશુપાલકો ને ઘાસ વિતરણ કરવા અંગે ની જરૂરી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી અન્યથા માલઢોર ને ના છૂટકે રખડતા મૂકી ભૂખ્યા છોડવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે તેમ નિલેશ ભાઈ મોરી એ જણાવ્યું હતું Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.