પોરબંદર: પોરબંદરથી દિલ્હીની ફ્લાઇટ પ્રથમવાર શરૂ થતાં પોરબંદરવાસીઓ પણ દિલ્હીની(Traveling in flight Gujarat to Delhi) નજીકના યાત્રા ધામોમાં સરળતાથી પહોંચી શકશે. ફ્લાઇટ શરૂ થતા લોકોમાં ઉમંગ ઉલ્લાસ છવાઈ ગયો છે. સામાન્ય રીતે પોરબંદરથી દિલ્હીના પ્રવાસમાં ટ્રેન અને ફોર વ્હીલરમાં લગભગ 1 દિવસનો સમય થાય છે. જે સફરને એક દિવસનો સમય દેવો પડતો હતો તે હવે ફ્લાઇટ શરુ થતા 2.30 કલાકમાં પ્રવાસ પોરબંદરથી દિલ્હી (Porbandar to Delhi flight duration) અને દિલ્હીથી પોરબંદર કરી શકાશે.
આ પણ વાંચો: પોરબંદરથી દિલ્હી-સરાય-રોહિલ્લા સુધી 17 ઓક્ટોબરથી સ્પેશિયલ ટ્રેન દોડશે
પોરબંદરથી દિલ્હીની ફ્લાઇટ - પોરબંદરથી દિલ્હી(Porbandar to delhi flights) જવા માટે એક પણ ફ્લાઇટ ન હતી, ત્યારે 27 એપ્રિલથી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે. જ્યારે દિલ્હીની ફ્લાઇટ ન હોવાથી દિલ્હીના પ્રવાસીઓને ભારે મુશ્કેલી સામનો કરવો પડ્યો છે. જેથી પ્રવાસન વિભાગ અને સાંસદ રમેશ ધડુકના પ્રયાસથી આજે(ગુરુવારે) પોરબંદરથી દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટ 20થી 24 જાન્યુઆરી સુધી રદ્દ
પોરબંદરથી દિલ્હીની ફ્લાઇટનો ખર્ચ - પોરબંદરથી શરૂ કરવામાં આવેલી ફ્લાઇટ એક સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે. જેમાં સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર કાર્યરત રહેશે. દિલ્હીથી બપોરે 2 કલાકે ઉપડશે અને પોરબંદર 4.30 કલાકે પહોંચશે. પોરબંદરથી દિલ્હી જવા માટેની ફ્લાઇટ સાંજે 4.45 કલાકે ઉપડશે(Delhi to Porbandar flights schedule) અને સાંજે 7.15 કલાકે દિલ્હી પહોંચશે. પ્રાથમિક માહિતી મુજબ ફ્લાઇટમાં પ્રવાસનો ખર્ચ અંદાજે રૂપિયા 4500 હશે. જેથી હવે પ્રવાસીઓ પોરબંદરથી દિલ્હી(Porbandar to delhi flight cost) અને દિલ્હીથી પોરબંદરનો પ્રવાસ કરી શકશે.