ETV Bharat / state

પોરબંદર: ગેસ લિકેજની કારણે આગમાં લાગે તો ગેસ એજન્સી જવાબદાર નથી - Gas agency

પોરબંદરમાં ગેસ લિકેજના કારણે એક ઘરમાં આગના કારણે મહિલાનું મૃત્યુ થયુ હતુ જેના કારણે તેમના પરિવારજનોએ ગેસ એજન્સી પર કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે ગેસ એજન્સીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

porbander
પોરબંદર: ગેસ લિકેજની કારણે આગમાં લાગે તો ગેસ એજન્સી જવાબદાર નથી
author img

By

Published : May 20, 2021, 12:18 PM IST

  • પોરબંદરમાં ગેસ એજન્સી પર કેસ
  • ગેસ લિકેજના કારણે આગમાં એક મહિલાનુ મૃત્યુ થતા કરવામાં આવ્યો કેસ
  • કોર્ટે આપ્યો ગેસ એજન્સીના પક્ષમાં ચુકાદો

પોરબંદર: જિલ્લામાં એક ઘરમાં રાંધણ ગેસ સિલિન્ડરના કારણે આગ લાગી હતી અને જેમાં પરિવારના એક સભ્યનું મૃત્યું થયું હતું આથી પરિવારજનોએ ગેસ એજન્સી પર વળતર માટે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં વકીલની દલીલ બાદ રાંધણગેસ સિલિન્ડરમાં આગના કારણે મૃત્યુ થાય તો ગેસ એજન્સી જવાબદાર ન ગણી ન શકાય તેવો ચુકાદો કોર્ટે આપ્યો હતો.

ગેસ લીક થવાને કારણે આગ

પોરબંદર માં રહેતા પરબતભાઈ ભીમાભાઈ ખુંટી દ્વારા પોરબંદરની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો કે, તા.8/4/2013 નારોજ તેના ઘરમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં લીકેજ થવાના કારણે આગ લાગેલી હતી. આ આગમાં દેવીબેન ૫૨બતભાઈ ખુંટીનું અવસાન થયું હતું તેમજ ઘરમાં પણ નુક્સાન પણ થયું હતું. 8.50 લાખ વળતરની માગ સાથે તેમણે પોરબંદરની કોર્ટમાં આઝાદ ગેસ એજન્સી તથા તેના માલીક સામે દાવો કર્યો હતો. તે અનુસંધાને આઝાદ ગેસ એજન્સી વતી પોરબંદરનાં એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા જવાબ આપી જણાવામાં આવ્યું હતું કે, ધરેલુ વપરાશના ગેસ સીલીન્ડરમાં કોઈ લીકેઝ થાય તો તે માટે ગેસ એજન્સીને જવાબદાર ગણી શકાય નહીં.

આ પણ વાંચો : દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં આગ, કોરોનાના 17 સહિત 26 દર્દીઓને બચાવાયા

વિમા કંપનીની જવાબદારી બની શકે

પરબતભાઈએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપનીમાં વિમો ઉતરાવેલા છે અને તેથી વિમા કંપનીની જવાબદારી બની શકે પરંતુ માલીક તરીકે ગેસ એજન્સીની કોઈ વળતર ચુકવવાની જવાબદારી ઠેરવી શકાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.