પોરબંદરઃ આ વર્ષીકોત્સવ માં આ સંસ્થાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સંદેશા સભર નાટક રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રોતા ગણો ઉપસ્થિત રહયા હતા
આ પ્રસંગે પારસીઓનો એક પ્રસંગ રજૂ કરતું નાટક સુગર મિલ્ક,તથા અકબર બીરબલ નાટક, બ્લડ ડોનેશન નો સંદેશો આપતું નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો દ્વારા શુભ દિન આયો ,મા મેલડીનો ગરબો, એ મેરે વતન કે લોગો ,તેરી મિટ્ટી મેં મિલ જાવા ,શિવ તાંડવ ,યે તો સચ હૈ કે ભગવાન હૈ હેલ્લારો સોંગ પર ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવત ગીતાના શ્લોક પઠન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના ડી આઈ જી ચિરાગ વોહરા,ઇતિહાસ વિદ નરોત્તમ પલાણ , સહિત સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ્યા ગુરુકુલમ સંસ્થાના સ્વામીની નિગમાં નંદા સરસ્વતિ તથા સવામીની નિતકલયાણાએ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો.