પોરબંદર: જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. ત્રણે લોકોએ કોરોનાને માત આપી સ્વચ્થ થઇ ગયા છે. ત્યાર બાદ એક પણ નવો કેસ સામે આવ્યો નથી. લોકો દ્વારા લોકડાઉનનો અમલ તેમજ સોશિયલ ડીસ્ટન્સનો ઉપયોગ અને વહીવટી-પોલીસ વિભાગની સઘન દેખરેખ કાર્યવાહીના લીધે સફળતા મળી રહી છે.
જિલ્લાના પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એન્ટ્રી પોઇન્ટ પર, ચેક પોસ્ટ પર તેમજ શહેરી અને ગ્રામ્ય માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં પણ સઘન પેટ્રોલીંગ કરી લોકડાઉનની અમલવારી કરવા માટે 1900 થી વધુનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
જિલ્લામાં 8 ડી.વાય.એસ.પી, 11 પી.આઇ, 35 પી.એસ.આઇ, 670 હેડ કોસ્ટેબલ અને કોસ્ટેબલ, 199 હોમ ગાર્ડ, 495 જી.આર.ડી, 143 એલ.આર.ડી, 98 ટી.આર.બી, 8 ફોરેસ્ટ, આર.ટી.ઓ અધિકારી, 48 નિવૃત સૈનિક મળી કુલ 1900નો સ્ટાફ લોકડઉનમાં ફરજ બજાવી રહ્યા છે.