- પોરબંદર પોલીસ દ્વારા ફ્લેગ-ડેનું આયોજન
- દ્ર્શ્ય શ્રાવ્યના માધ્યમથી પોલીસ બહાદુરીના વીડિઓ નાગરિકોને બતાવવામાં આવ્યા
- પોલીસે લોકોને કોરોના મહામારીમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
પોરબંદરઃ શહેરમાં ફ્લેગ-ડે અંતર્ગત પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે તારીખ 21 થી 31 સુધી એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે પોરબંદર પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દ્ર્શ્ય શ્રાવ્યના માધ્યમથી પોલીસ બહાદુરીના વીડિયો નાગરિકોને બતાવવામાં આવે છે.
આ વીડિયોમાં પોલીસની વિવિધ કામગીરી અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોના મહામારી ન ફેલાઇ તે હેતુથી નાગરિકોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની સલાહ અને પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.