તેથી આ બનાવને ધ્યાનમાં લઇને પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા શહેરના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે આજે સવારે 10 કલાકે લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 11 જેટલા અરજદારોએ પોતાની આપવીતી જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહિલને સંભળાવી હતી.
પોરબંદર જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવો બન્યા છે. ત્યારે હવે પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો સામે કડક પગલા લેવામાં આવશે તેવુ પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું.આ ઉપરાંત જાહેરમાં કોઈ રજૂઆત ન કરી શકતા હોય તો અધિક્ષકની કચેરી પર આવીને રજૂઆત કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું.