પોરબંદરઃ વિશ્વમાં હાલ નોવેલ કોરોના વાઇરસ (COVID-2019 )ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે અને ભારત સરકાર દ્વારા કોરોનાના સંક્રમણની સંભાવનાને ધ્યાને રાખી 17મે સુઘી લોકડાઉન-3 જાહેર કરવામાં આવ્યું છે. જે લોકડાઉનની અમલવારી અર્થે પોરબંદર જિલ્લા પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવી રહ્યાં છે.
![પોરબંદર જિલ્લાામાંં ઉત્કર્ષ અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવતી પોલીસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-05-porbandar-police-goodjob-10018_15052020211116_1505f_1589557276_686.jpg)
આ લોકડાઉનની પરિસ્થિતી દરમિયાન પોરબંદર જિલ્લા ખાતેના કિર્તીમંદિર પોલીસ સ્ટેશન, પોરબંદરની હનુમાન ગુફા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એલ. મકવાણાના પત્ની ગર્ભવતી હતા અને ગત 11મે ના રોજ તેના પત્નીને પ્રસુતિ પીડા થતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
તેમ છતાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એલ. મકવાણાનાએ રાષ્ટ્ર, સમાજ અને લોકો પ્રત્યેની ફરજને પ્રથમ ફરજ સમજી આ સમયે પોતાના પત્ની કે પરિવાર પાસે હાજર ન રહી વૈશ્વિક મહામારી કોવિડ-19ના સંક્રમણને ફેલાતો રોકવા માટે પોતાને સોંપવામાં આવેલી ફરજ પ્રત્યે ફરજનિષ્ટ રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માટે હાજર રહ્યાં હતાં.
તેમજ ગત 12 મેના રોજ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એલ. મકવાણાના ઘરે એક તંદુરસ્ત પુત્રનો જન્મ થયો છે.