ETV Bharat / state

Porbandar News : પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ વિભાગની મેગા ડ્રાઈવનો ફિયાસ્કો, જુઓ શું થયું... - દારૂની ભઠ્ઠી ઉપર મેગા ડ્રાઈવ પોરબંદર

પોરબંદરમાં ગઈકાલે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ 6 ટીમ બનાવી બરડા ડુંગર વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ઉપર મેગા ડ્રાઈવ યોજી રેડ પાડવામાં આવી હતી. પરંતુ આ મેગા ડ્રાઈવનો જાણે ફિયાસ્કો થયો હોય તેમ એક પણ આરોપીને પકડ્યા વગર પોલીસ પરત ફરી હતી.

Porbandar News
Porbandar News
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 7:31 PM IST

પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ વિભાગની મેગા ડ્રાઈવનો ફિયાસ્કો

પોરબંદર : ગતરોજ પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં દારૂની બદી ડામવા માટે મેગા ડ્રાઇવનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર SP ભગીરથ જાડેજા પણ જોડાયા હતા. સવારથી સાંજ સુધી યોજાયેલ આ ઓપરેશનમાં પોલીસે અલગ અલગ છ જેટલી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી. પરંતુ રેડ દરમિયાન એક પણ આરોપીને ઝડપવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. સાંજે 6 ટીમ માત્ર છ દારૂની ભઠ્ઠીનો નાશ કરી પરત ફરી હતી. આમ આ મેગા ઓપરેશનનો ફિયાસ્કો થયો હતો.

દારૂની બદી ડામવા ઓપરેશન : પોરબંદર પોલીસ સ્ટાફ, LCB પોલીસ સ્ટાફ, બગવદર પોલીસ સ્ટાફ, પેરોલ ફર્લો સ્ટાફ તથા DySP કચેરી સ્ટાફ અને ફોરેસ્ટ સ્ટાફને સાથે રાખી 6 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ બરડા ડુંગર વિસ્તારમાં 6 અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી હતી.

પોરબંદર પોલીસ વિભાગ ઓપરેશન, આરોપીઓના નામ મળ્યા પણ આરોપી ન મળ્યા

  • રાણાવાવના રાજુ ભીમા ગુરુકુટીયાની ભઠ્ઠીમાંથી 600 લીટર દારૂનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 2400 રૂપિયાનો મુદ્દામાલ
  • આદિત્યાણા ગામમાં હરેશ વેજાભાઈ ગુરુકુટીયાની ભઠ્ઠીમાંથી 600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 3200 રૂપિયાનો મુદ્દામાલ
  • આદિત્યાણા ગામમાં લાખા હમીર ગુરુકુટીયાની ભઠ્ઠીમાંથી 60 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 4,000 રૂપિયાનો મુદ્દામાલ
  • ગોગા બાધાભાઈ તાપડીયા કથારા મેસવાડાની દારૂની ભઠ્ઠીમાંથી 1000 લીટર દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 6850 રૂપિયાનો મુદ્દામાલ
  • સાજણ ઉર્ફે ભદો જીવાભાઇ રબારી કાઢી યા નેસવાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો 1600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 8600 રુપિયાનો મુદ્દામાલ
  • કોષા કાળાભાઈ કટારાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો 1600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 9,500 રૂપિયાનો મુદ્દામાલ

શું આરોપીઓને બાતમી મળે છે ? પોરબંદર પોલીસ વિભાગની મેગા ડ્રાઈવમાં દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી છે, પરંતુ એક પણ આરોપી ઝડપાયો નથી. આ અગાઉ પણ આ પ્રકારના જ બનાવો બન્યા છે. જ્યારે પણ પોલીસ બરડા ડુંગર વિસ્તારમાં મેગા ડ્રાઇવ અથવા રેડ કરે છે, ત્યારે માત્ર દારૂની ભઠ્ઠી જ પકડાય છે અને આરોપીઓ નાસી જાય છે. આ બાબતે લોકોમાં પણ ભારે ચર્ચા થઈ છે. પોલીસ જ્યાં દરોડા પાડવાની હોય તે પહેલાં આરોપીઓને તમામ બાતમી મળી જતી હોય અને આ બાબત લીક થઈ જતી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

  1. Porbandar News: પોરબંદર પાલિકામાં પ્રથમ જનરલ બોર્ડની બેઠકનું આયોજન, સામાન્ય સભા એક કલાક ચાલી
  2. Porbandar News: જેતપુરનું ગંદુ પાણી દરિયામાં છોડવા અંગેનો પ્રોજેકટ મંજુર થતા ખારવા સમાજમાં રોષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.