પોરબંદર : પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા અનેક ભારતીય માછીમારોનું અવાર નવાર અપહરણ કરવામાં આવે છે. તેમજ ભારતીય જળસીમા પરથી પાકિસ્તાનીઓ સાથે ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે પોરબંદર પોલીસ દ્વારા દરિયામાં માછીમારી કરી પરત ફરતી બોટનું (Police Checked Boats in Porbandar) ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
માછીમારી બોટનું સઘન ચેકીંગ
પોરબંદર SOG વિભાગ દ્વારા દરિયામાં માછીમારી કરવા જતી બોટનું સઘન ચેકીંગ (Checking in Fishing Boats) કરવામાં આવ્યું હતું. બોટમાં કોઈ ગેરકાયદેસર સાધન સામગ્રી હોવા અંગે તેમજ માછીમારોને IMBL (ભારતીય જળસીમા) ક્રોસ નહિ કરવા માટે જરૂરી સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેમાં ઇન્સ્પેક્ટર કે.આઈ જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહેલે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર SOG ટીમ (Checking in Boats by SOG Team) સાથે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન આંતરિક સુરક્ષા અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ચેકિંગની કામગીરી કરાઈ હતી.
આ પણ વાંચોઃ ફિશિંગ બોટ સહિત 643 માછીમારો પાકિસ્તાનના કબજામાં : શકિતસિંહ ગોહિલ
માછીમારો ટોકનમાં લઈને ચેકીંગ
આ ઉપરાંત ફિઝરીઝ વિભાગ (Department of Fisheries Porbandar) દ્વારા ઇસ્યુ કરાયેલા ટોકનમાં માછીમારો સિવાય અન્ય કોઈને લઈ જતા હોય તે અંગે પણ ચેકિંગ કરાયું હતું. કામગીરીમાં PI કે આઈ જાડેજા PSI એચ.સી. ગોહિલ, ASI એમ.એમ ઓડેદરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સરમણ સવદાસ, રવિ ચાઉ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બોરીચા, સમીર જૂણેજા સંજય ચૌહાણ, પૃથ્વીરાજ સિંહ ગોહિલ ડ્રા.ગિરીશ વાજા વગેરે હાજર રહ્યા હતા.