પોરબંદરઃ શહેરમાં ચોરીના ગુના રોકવા માટે બુધવારના રોજ LCB, PSI એચ.એન.ચુડાસમા, એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન HC રણજીતસિંહ દયાતર તથા PC દિલીપભાઇ મોઢવાડીયાને મળેલી હકીકતના આધારે શહેરના આશાપુરા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
![દુકાનોનામાં ચોરી કરતી ટોકળીને વિશ્વાસ પ્રોજેક્ટથી ઝડપી પાડતી પોરબંદર પોલીસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-05-theaf-arested-by-viswas-project-10018_03032020234655_0303f_1583259415_458.jpg)
આ તકે અટકાયત કરેલા વિજય જેન્તીભાઇ મકવાણા, રણજીત ઘીરૂભાઇ ડાભી તથા ભરત ઉર્ફે હરેશ બાબુભાઇ પરમાર, તથા ઇશ્વર ઉફૅ મુકો બાબુભાઇ પરમાર તમામની પુછતાછ કરતા વિજય પાસેથી રોકડા રૂપિયા 1820/- મળી આવેલા તેમજ તમામના નામ પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વેરીફાઇ કરતા ભરત ઉર્ફે હરેશ બાબુભાઇ પરમાર વિરૂધ્ધ પહેલા પણ ચોરીના ગુના થયા હોવાનું તેમજ સીસીટીવી કેમેરાઓના ડેટાબેઝમાં પણ તેની શંકાસ્પદ હરકત હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ઉપરોકત મુદ્દામાલ અંગે દરેક ઇસમની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં રોકડા રૂપિયા 20 દિવસ પહેલાં આશાપુરાચોકમાં આવેલા TVS શોરૂમ પાસેની હાર્ડવેરની દુકાનમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતુંં.
![ચોરી કરતી ટોળકીને વિશ્વાસ પ્રોજેક્ટથી ઝડપી પાડતી પોરબંદર પોલીસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-05-theaf-arested-by-viswas-project-10018_03032020234655_0303f_1583259415_851.jpg)
આ ઉપરાંત આશરે 17 દિવસ પહેલાં એમ.જી. રોડ મહાદેવ કપડાની દુકાનમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ તમામને CRPC કલમ 102 મુજબ કબ્જે કરવામાં આવ્યા હતા તેમજ સી.આર.પી.સી કલમ 41 (1) ડી મુજબ ઉદ્યોગનગર પોલીસ સ્ટેસનને સોંપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેસન દ્વારા IPC કલમ 454, 457, 380 મુજબનો ગુનો નોધવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની એલ.સી.બીના ASI રમેશભાઇ જાદવ, HC બટુકભાઇ વિંઝુડા, ગોવિંદભાઇ મકવાણા, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિંહ દયાતર, PC દિલીપ મોઢવાડીયા, સલીમભાઇ પઠાણે તપાસ હાથ ધરી હતી.