પોરબંદરઃ તાજેતરમાં સંપૂર્ણ ભારતમાં લોકડાઉન હોવાથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ, દુઘેરી અને બીલડી ગામના મજૂરો પગપાળા જ વતન તરફ જઈ રહ્યા હતાં. જેમાં 16 પુરુષો, 18 સ્ત્રીઓ તથા 19 બાળકો મળી કુલ 53 લોકોનો સમાવેશ થાય છે.
પગપાળા જતા લોકોની જાણ જિલ્લાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાને જાણ થઈ હતી. આ લોકો બિનજરૂરી હેરાન ન થાય કે અરાજકતા ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા કરેલી સુચના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના Dy.S.P. એ.પી.રાઠવાના માર્ગદર્શન મુજબ રાણાવાવના PSI બી.એસ.ઝાલા તથા ઉદયભાઈ વરૂ તથા સંદિપભાઈ કરંગિયા તથા ડ્રાઈવર કિરણભાઈ ચાવડા દ્વારા તમામ મજૂરોને રોકી સમજાવીને તેઓને અણિયાળી ગામમાં વાડી ધરાવતા સેવાભાવી સજ્જન રાજેશભાઈ જીવનભાઈ વારાની વાડીમાં રહેવા, જમવાની વ્યવસ્થા કરી આપી હતી.