- પોરબંદરમાં 1.25 લાખનું પેન્ડલ ચોરી ગયેલ બંને મહિલા ઝડપાઇ
- સીસીટીવી ફૂટેજના આધારે મહિલાઓની કરાઈ ધરપકડ
- માં દીકરીએ કરી હતી પેન્ડલની ચોરી
- બન્નેને જૂનાગઢ જેલ હવાલે કરાઈ
પોરબંદરઃ શહેરમાં તારીખ 13-11-2020ના રોજ માણેક ચોકમાં આવેલ જોગીયા જ્વેલર્સમાંથી બે અજાણી મહિલાઓએ ચોરી કર્યાનો બનાવ બન્યો હતો, જેની ફરિયાદ કિર્તીમંદિર પોલીસ સ્ટેશને 28-11-2020ના રોજ નોંધાઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે કીર્તિમંદિર પોલીસે તપાસ હાથ ધરી હતી અને આજે સાઉથી હોસ્પિટલ પાસે આવેલ ભૂતનાથ મંદિરમાં દર્શન કરવા આવેલ બન્ને મહિલાઓને રોકી પૂછપરછ કરતા જયશ્રીબેન ડોડીયા અને પાયલ ચુડાસમા નામ હોવાનું જણાવી તેઓ સ્વામિનારાયણ ગુરુકુળ પ્રણામી ટ્રેડર્સ પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું અને તેઓએ પેન્ડલ ચોરી કર્યાની કબૂલાત આપતા બન્નેની ધરપકડ કીર્તિમંદિર પોલીસે કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બંને માં દીકરીઓ જેલ હવાલે
પોરબંદરની જોગીયા જ્વેલર્સમાંથી સોનાના પેન્ડલની ચોરી કરનાર બંને મહિલાઓ માં દીકરી છે, જ્યારે પૂછપરછ કરતા આ ગુનાની કબૂલાત આપી હતી અને પોલીસે તેની રીમાન્ડ અરજી કરી હતી. પરંતુ રિમાન્ડ નામંજૂર થતા અને જૂનાગઢ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા છે, તેમ કિર્તિ મંદિરના PI એચ.એલ.આહિરે જણાવ્યું છે.
કામગીરીમાં શામેલ સ્ટાફ
આ કામગીરીમાં કિર્તી મંદિર પોલીસ સ્ટેશનના PI એચ.એલ આહીર તથા ડી સ્ટાફ પીએસઆઇ આર.એલ.મકવાણા તથા પીએસઆઇ ડીકે ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ ભાવિન કરેણા અને એમ કે માવદીયા ગિરીશ આર ભરડા તથા પોલીસ કોન્સ્ટેબલ ભીમાભાઇ દેવા ભાઇ ઓડેદરા અને ભરતભાઈ શીંગરખીયા વિપુલભાઈ ઝાલા તથા અરવિંદભાઈ શામળા અને ભારતીબેન ગોસીયા વગેરે રોકાયેલા હતા.