પોરબંદર: જિલ્લામાં ગુના કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ સુચના આપી હતી.
2018માં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો જેમાં એક આરોપીનું નામ ફક્ત જૂનાગઢ મુન્નો રહેવાસી એટલી જ હતી. જે બાબતે ખુબ મહેનત અને ગહન તપાસ કરી માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલની મદદથી જૂનાગઢ મુકામેથી આ ગુનામાં નાસતો ફરતો આરોપી વિજય ઉર્ફે મુન્નો દેવાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 29 રહેવાસી દોલતપરા જૂનાગઢ વાળાને ઝડપી લીધો હતો.
આ ગુનામાં સંડોવાયેલો હોવાની પાકી તપાસ-ખાતરી કરી આરોપીને પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મક્કા તથા ઉદયભાઈ વરુ દ્વારા જૂનાગઢથી શોધીને પકડી લાવતા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર બી. એસ. ઝાલા, રાઇટર સવદાસભાઈ ઓડેદરા અને અશોકભાઈ ચુડાસમા દ્વારા આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.