પોરબંદર: કોરોના મહામારી સામે લડી રહેલા દેશને આર્થિક મદદ માટે ઠેર ઠેરથી લોકો સંસ્થાઓ ફાળો કરી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાંથી 1 કરોડ 9 લાખથી વધુનું ભંડોળ લોકો દ્રારા સરકારને કોરોના સામેની લડતમાં આપવામાં આવ્યુ છે.
કોરોનાં વૈશ્વિક મહામારી છે, કોઇપણ મહામારી સામે કોઇપણ સરકાર એકલા હાથે લડી શકે નહીં, પછી ભલે તે વિશ્વની સર્વશ્રેષ્ઠ સરકાર કે દેશ હોય. સામુહિક સમસ્યાનું નિવારણ લોક સહયોગ વગર શક્ય નથી હોતું. કોરોના પણ વૈશ્વિક સમસ્યા બની છે. ભારત દેશમાં દિવસે ને દિવસે વધતા કોરોના સંક્રમિતોની સંખ્યાની કેન્દ્ર અને ગુજરાત રાજ્ય ચિંતા કરી રહ્યું છે.
![કોરોના સામેની લડત માટે 1 કરોડથી વધુ રકમનો ફાળો લોકોએ સરકારને અર્પણ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-04-fund-for-fight-again-corona-10018_30042020185928_3004f_1588253368_205.jpg)
સરકારે અનેક રાહતો આપીને છેવાડાના માનવીઓને સરકારી યોજનાઓના લાભ આ સ્થિતિમાં પણ મળી રહે તે માટે ટીમ દ્રારા કામ કરવામાં આવે છે. દેશ પર આવેલી આપત્તિને પહોંચી વળવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓમાં, મલ્ટીનેશનલ કંપનીઓ લઇને, પેન્શન દ્રારા પરિવારનું ગુજરાન ચલાવતા પેન્શનરો કે શ્રમિકો પણ પોતાની બચત માથી આર્થિક ફાળો આપીને મહામારીમાથી દેશ બહાર આવે તે માટે સરકારને મદદ કરે છે.
![કોરોના સામેની લડત માટે 1 કરોડથી વધુ રકમનો ફાળો લોકોએ સરકારને અર્પણ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-04-fund-for-fight-again-corona-10018_30042020185928_3004f_1588253368_708.jpg)
મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં 101 ચેક દ્રારા કુલ 72.74 લાખથી વધુની રકમ તેમજ પ્રધાનમંત્રી રાહતનિધિ (PM CARES)માં 27 ચેક દ્રારા કુલ 36.72 લાખ એમ કુલ 1 કરોડ 9 લાખનો ફાળો આપીને દેશ પર આવેલી કોરોના આફત સમયે સરકારની સાથે રહી સહયોગ આપવા બદલ સરકાર વતી જિલ્લા કલેકટર ડી. એન. મોદીએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.