પોરબંદરઃ શહેરના કલાકારે ગણેશ ચતુર્થી નિમિત્તે પથ્થરમાં વિઘ્નહર્તાની મનમોહક આકૃતિ તૈયાર કરી છે. પોરબંદરમાં અનેક વાર વિનિશા રૂપારેલ નામના ચિત્રકાર દ્વારા અનોખા પેઇન્ટિંગ ચિત્ર બનાવી રહ્યા છે. ગણેશ ચતુર્થી નિમિત્તે વિનીશા રૂપારેલ દ્વારા કાંઈક અલગ રિતે ગણેશ ભગવાનની સાડા ત્રણ ઇંચની એક્રેલિક કલરની પથ્થરની આકૃતિ તૈયાર કરી છે.
ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાળૂઓ ગણેશ ભગવાનની મૂર્તિઓનું સ્થાપન કરી અમુક દિવસો બાદ દરિયામાં કે તળાવમાં વિસર્જન કરે છે. ત્યારે જળ સૃષ્ટિનું નુકસાન થવાની શક્યતાઓ રહે છે. જે કારણે આર્ટિસ્ટ દ્વારા પોતાની આગવી સૂઝ અને કલાથી એક્રેલિક કલરની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
આવી મૂર્તિઓ અન્ય લોકોને તૈયાર કરવા માટે પ્રેરણારૂપ બની રહી છે. આ વર્ષે કોરોના કહેર વચ્ચે ગણેશ ચતુર્થી લોકો ઘરમાં રહી નાના ગણપતિની સ્થાપના કરે તેવો સંદેશો પણ તેમને પાઠવ્યો હતો.