NSUI પોરબંદર દ્વારા રાજીવ ગાંધી કપ 2021નું આયોજન થયું - Interschool College Cricket Tournament
અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ મેચોનો માહોલ જામેલો છે ત્યારે રાજ્યના અન્ય શહેરોના યુવાનો પણ ક્રિકેટ રમવાનો આનંદ માણી શકે તેવી ટુર્નામેન્ટ્સ યોજાઇ રહી છે. વાત કરીએ પોરબંદરની જ્યાં પોરબદંર NSUI દ્વારા રાજીવ ગાંધી કપ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 14 ટીમે ભાગ લીધો છે.
- જિલ્લા NSUI પોરબંદરે કર્યું રાજીવ ગાંધી કપ 2021નું આયોજન
- પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં કરાયું આયોજન
- વિદ્યાર્થીઓની ખેલ પ્રતિભા બહાર લાવવાનો પ્રયાસ
- કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યાં ઉપસ્થિત
પોરબંદરઃ પોરબંદર જિલ્લા એનએસયુઆઈ યુવાનોને લગતી પ્રવૃત્તિ કરી તેઓમાં રહેલું ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયત્ન કરતી હોય છે. જેના ભાગરૂપે આંતરશાળા કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં રાજીવ ગાંધી કપ 2021 રાખવામાંં આવ્યું છે. પોરબંદરની ચોપાટી ખાતે આજથી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાયો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું કર્યું અપહરણ
અલગ અલગ સ્કૂલ કોલેજની 14 ટીમે ભાગ લીધો
આ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં કિશન રાઠોડ, સામતભાઈ ઓડેદરા, નાથાભાઈ ઓડેદરા, અને ધર્મેશ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયેલ યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.