- પોરબંદરના એક નોટરીનું લાઈસન્સ રદ્દ
- મૃત મહિલાની બનાવી હતી પાવર ઓફ અટોર્ની
- નોટરીનુ લાઈસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યું
પોરબંદર: જિલ્લાના એડવોકેટ અને નોટરી કરીમ પીર દાદાનું નોટરી તરીકેનું પ્રમાણપત્ર કાયમ માટે રદ કરવાનો સરકારે હુકમ કર્યો છે. પોરબંદરમાં 2008ની સાલમાં 1989માં મૃત્યુ પામેલ એક મહિલાને વિવિધ બતાવી પાવર ઓફ એટર્ની બનાવી આપનાર નોટરીનું કાયમ માટે નોટરી પદ રદ કરવા સરકારે હુકમ કર્યો છે.
મૃતક મહિલાની ખોટી સહી પણ દસ્તાવેજમાં કરી હતી
પોરબંદરમાં નોટરી તરીકે કરીમ પીરજાદાની નોટરી અધિનિયમ 1952 પ્રમાણે પાંચ સાત 2002ના રોજ પોરબંદર તાલુકા અને જિલ્લાના પબ્લિક નોટરી રજીસ્ટ્રેશન નંબર 412/2 હેઠળની મુક્ત કરવામાં આવી હતી પરંતુ રાજન દામોદર કિલાલકર નામની વ્યક્તિએ નોટરીના નિયમો 1956ના નિયમ 13 હેઠળ એવી ફરિયાદ કરી હતી કે તે નોટરી પર છે અને તેમના માતાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને કાયદા તંત્ર અને પોતાની સાથે બનાવટ કરી હતી.આ અંગે સક્ષમ અધિકારીને તપાસ સોંપાતા તમામ મૌખિક લેખિત પુરાવાને ધ્યાને લઇને તારીખ 21/1/2014ના રોજ રજૂ થયેલા અહેવાલમાં નોટરી કરીને સામે થયેલા આક્ષેપો સિદ્ધ થતાં તેનું પ્રમાણપત્ર કાયમી ધોરણે રદ કરવાનો હુકમ થયો હતો.
આ પણ વાંચો : "પાંચ વર્ષ નારી ગૌરવના'' : રાજ્ય સરકાર મહિલાના હિતમાં કરશે મહત્વની જાહેરાત...
2016માં અધિસુચના ને બાજુ પર મુકી દેવામાં આવી હતી
કરીમ પીરજાદાની નોટરી પદ રદ કરવાનો હુકમ 2014માં થયો હતો, જેની સામે અધિસુચનાથી નારાજ થઈને કરીને હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને જેની સામે 2016માં 2014ની અધિસૂચનાને બાજુ પર મુકી દેવામાં આવી હતી જોકે તે સંદર્ભે 2016ના હુકમ સામે સરકાર દ્વારા એલપીએ દાખલ કરવામાં આવી હતી.
2019 ના હુકમથી કરિમે તેની કોઇ રજૂઆત કરવા માગતો હોય તેને સાંભળી લેવાનો હુકમ થયો હતો
તારીખ 13/11/2019 માં કરીમ તેની કોઇ રજૂઆત કરવા માંગતો હતો આથી તેની સાંભળી લેવાનો હુકમ થતાં ન્યાય હિતમાં કરીમેં સાંભળ્યા બાદ તેની સામે થયેલા આરોપ ખોટા સાબિત ન કરી શકતા આખરે ગુજરાત રાજ્યપાલ ના હુકમથી સરકાર ના ઉપ સચિવ ડી.એમ ભોભર દ્વારા કરીમને નોટરી પ્રેક્ટિસ માટે કાયમી ધોરણે ડી 12 કરવામાં આવ્યો છે.
1989ના રોજ મૃત્યુ પામેલ મણીબેન પ્રભુદાસ દામોદરના ખોટા પાવર ઓફ એટર્ની
કરીમે 19 /2/1989ના રોજ મૃત્યુ પામેલ મણીબેન પ્રભુદાસ દામોદર નામની વ્યક્તિનું વાદગ્રસ્ત પાવર ઓફ એટર્ની 2008માં બનાવી આપ્યું અને સાક્ષી કમલેશ ભદ્રેચા ની સહિ પાવર લેનાર રામદેવ સૂકા મોઢવાડિયાએ કરી હતી. નોટરી એ ખોટી રીતે તેઓ સમક્ષ નોટરાઇઝ એટલે કે એક્ઝિક્યુટ કર્યો હતો અને તે સમયના નોટરી કરીને નોટરી ના નિયમોની જોગવાઈનો ભંગ કરવા બદલ નોટરી એક્ટ ની કલમ 10d મુજબ નોટરી તરીકે કાયમ માટે રદ કરવામાં આવી છે.