પોરબંદર: મહારાષ્ટ્રના બાળકો હવે પોરબંદરના લેખકે લખેલી વાર્તાનો અભ્યાસ કરશે. ધોરણ ત્રણ ના પાઠ્યપુસ્તકમાં દુર્ગેશ ઓઝાના નાનકડા સાહિત્યનો સમાવેશ કરાયો છે. 32 વર્ષ સુધી બેંકની નોકરી કર્યા બાદ લેખન ક્ષેત્રે ડગ ભર્યા હતા. પ્રાથમિક તબક્કામાં તો તેમણે પણ વિચાર્યું નહીં હોય કે નાનકડી એવી કૃતિ બાળકોના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થશે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં ગુજરાતના અભ્યાસના પાઠ્યપુસ્તકોમાં પણ એમની કૃતિને સ્થાન મળ્યું છે. અંગ્રેજી માધ્યમના નવમા ધોરણના પુસ્તકમાં વારસાગત નામની એક નાનકડી કથાને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે મહારાષ્ટ્ર મંડળ એ ગુજરાતના લેખકને અમૂલ્ય સ્થાન આપી દીધું છે. આમ લેખકની સાહિત્ય પ્રત્યેની શૈલી છેક મહારાષ્ટ્ર સુધી વિસ્તરી છે.
દુર્ગેશ ઓઝાની યશકલગીમાં વધારો: પોરબંદરમાં એમ કોમના અભ્યાસ બાદ સિન્ડિકેટ બેન્કમાં 32 વર્ષ સુધી નોકરી કર્યા બાદ સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લેખનના શોખ તરફ આગળ વધતા દુર્ગેશ ઓઝાની યશકલગીમાં વધારો થયો છે. તેઓએ અત્યાર સુધીમાં અનેક હાસ્ય લેખ લઘુ કથા વાર્તાઓ બાળવાર્તાઓ અને નિબંધ મળીને કુલ 250 જેટલી કૃતિઓ પ્રસિદ્ધ થઈ 1991 થી સાહિત્ય ક્ષેત્રે લેખન યાત્રા શરૂ કરનાર દુર્ગેશ ઓઝા જણાવે છે કે નવ વર્ષની અંદર જ 2000 માં લઘુ કથા સહજનો મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ત્રણ ની બાલ ભારતી નામના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેની ખુશી છે.
"જીવનનો આનંદ લઉં છું. ફિલ્મ આનંદના હીરોને મારા ફેવરીટ કલાકાર રાજેશ ખન્નાની જેમ અજાણ્યા સાથે પણ પ્રેમથી વાતો કરી મિત્રો બનાવું છું. સારું જીવો ને સારું જીવવા દો એ લાગણી. પરિવારમાં પત્ની,એક પુત્ર ને એક પુત્રી અને જમાઈ છે. આમ જુઓ તો આખું વિશ્વ આપણું ને આપણે સૌના." દુર્ગેશ ઓઝા (લેખક)
લઘુ કથાનો સમાવેશ: દુર્ગેશ ઓઝાએ આપેલી માહિતી અનુસાર 2016 માં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા અંગ્રેજી માધ્યમ નામ ધોરણ નવના પાઠ્યપુસ્તકમાં વારસાગત નામની લઘુ કથાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને લઘુ કથા પ્રતિષ્ઠિત સામયિક કુમારમાં પ્રસિદ્ધ થઈ હતી. ત્યારે આ લઘુ કથાઓનો સમાવેશ પાઠ્યપુસ્તકોમાં થતા દુર્ગા સોજાએ આ સફળતાનો શ્રેય માતા પિતા પત્રકાર જગત પોરબંદરની ભૂમિને આપ્યો હતો. તમામ મિત્રો તથા માર્ગદર્શકનો આભાર માન્યો હતો.
ચાર પુસ્તકો પ્રકાશિત: અત્યાર સુધીમાં દુર્ગેશ ઓઝાના ચાર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. જેમાં બે વાર્તાસંગ્રહ 'ખેલ' અને 'મારા સપનાનું આકાશ' જ બે લઘુ કથા સંગ્રહ 'અક્ષત' તેમ જ 'પતંગિયાનો પાસવર્ડ'નો સમાવેશ કરીને ચાર થાય છે. અત્યાર સુધીમાં વિવિધ સામયિકો, સમાચારપત્રો, આકાશવાણી વગેરેમાં દુર્ગેશ ઓઝાની 250 થી પણ વધુ કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. સારા વિચારો જન્મે, આપઘાતના વિચારો ઘટે/ મટે એ શુભ હેતુસર વર્ષ 2011માં મેં એક વાર્તા 'નવજીવન' લખી હતી. જે બોર્ડની પરીક્ષા પર વિદ્યાર્થીઓ ને આપવામાં આવી હતી અને ઉપયોગી નીવડી હતી.