પોરબંદર : 3 એપ્રિલે પોરબંદરની કુતિયાણા પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર સરકારી અનાજ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. જેમાં 422 ચોખા ભરેલા કટ્ટા ગાંધીધામમાં વેચી નાખવાનુંં કૌભાંડ જણાયું હતું. આ બાબતે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ આરોપીઓમાંથી 4ની અટકાયત કરવામાં આવી છે.
સસ્તા અનાજ કેન્દ્રનો જથ્થો : સરકાર દ્વારા રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે. કુતિયાણામાં 10 જેટલા લોકો આ ગરીબોનું અનાજ અન્ય સ્થળે ઉંચા ભાવે વેચી કૌભાંડ આચરવા જતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ત્રણ એપ્રિલે પોલીસે ટ્રક ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સસ્તા અનાજ કેન્દ્રના ચોખાનો મોટો જથ્થો બારોબાર વેચી મારવા કૌભાંડમાં સંડોવાયેલ 10 આરોપીમાંથી પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે.
આ પણ વાંચો Government godown: રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી લાખો રૂપિયાનું અનાજ ઉઠાવી ગયા, 12 લોકો સામે ફરિયાદ
કુલ 422 કટ્ટા ઝડપાયાં : અનાજ કૌભાંડ આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કુતિયાણાનાં દેવાંગી હોટેલ સામે આવેલા દેવાંગી વે-બ્રિજ પાસે ટ્રક નં. જીજ.25. યુ.3680 માં અનાજનો જથ્થો ભરેલો હતો અને આ જથ્થો સસ્તા અનાજના કેન્દ્રનો હોવાની હકીકત એલસીબીનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વરૂને મળી હતી. માહિતીના આધારે પોલીસે તપાસ કરતા આ ટ્રકમાંથી સરકાર માન્ય સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી રાશનકાર્ડ ધારકોને આપવામાં શરૂ કરી છે તેના ચોખા હતાં. ટ્રકમાં ચોખાનાં પ્લાસ્ટિકનાં 422 કટ્ટા કુલ વજન 24 ટન કિંમત રૂા.6,72,000નો જથ્થો મળી આવ્યો હતો.
આશાપુરા ચોખા મિલ જતો હતો જથ્થો : આ જથ્થો ગાંધીધામનાં આશાપુરા ચોખા મિલના માલિકને પહોચાડવાનો હતો. આ મુદ્દામાલનાં ચોખા અલગઅલગ ઠાઠા રીક્ષાવાળા ફેરીયા કિશોર ભરતભાઈ વડાલીયા અને સંજયકુમાર શંકરભાઈ માવ દ્વારા એક અજાણ્યા શખ્સ પાસેથી કમિશનથી મેળવી આર્થિક ફાયદા માટે મંગા ઉર્ફે બાપુ ગૌસ્વામી તથા અનીલ મંગા ગૌસ્વામી પાસેથી અજય ઉર્ફે અજો મોહનભાઈ ચૌહાણ, નાગાજણ લખમણ ઓડેદરા, અને હિતેષ વાઢેર કમીશનથી મેળવી આ ચોખાનો ટ્રક ડ્રાઈવર કિશોર ભરતભાઈ વડાલીયાને આપ્યો હતો અને તે આ જથ્થો ગાંધીધામનાં આશાપુરા ચોખા મિલના માલિકને પહોચાડવાનો હતો. આ તમામ આરોપીઓએ સાંઠગાંઠ રચી અને સસ્તા અનાજ કેન્દ્રનો ચોખાનો મોટો જથ્થો બારોબાર વેેચી મારવાનુ કૌભાંડ આચર્યું છે.
આ પણ વાંચો સરકારી અનાજના ગોડાઉન ચોરોના ટાર્ગેટમાં, તસ્કરો 6 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર
વધુ તપાસ હાથ ધરાઇ : પોરબંદર ગ્રામ્ય ડીવાય એસપી સુરજીત મહેડુંએ જણાવ્યું હતું કે આ બનાવ ગત 3 એપ્રિલના રોજ પ્રકાશમાં આવ્યો હતો અને તેમાં કુલે 10 શખ્સોના નામ ખુલ્યાં હતાં. જેમાંથી 4 શખ્સો નાગાજણ ઓડેદરા , ધ્રુવીકગિરી અપરનારથી , અજય ચૌહાણ તથા હિતેશ વાઢેરની પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા 1955 કલમ 406 420 હેઠળ અટકાયત કરી છે. આ કૌભાંડ અન્ય કોઈ શહેરમાં ચાલે છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.