ETV Bharat / state

International Yoga Day 2023 : પોરબંદરમાં 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા મહાનુભાવોએ ચોપાટી પર આસન જમાવ્યું - સાંસદ રમેશ ધડુક

9માં વિશ્વ યોગ દિવસ અન્વયે પોરબંદર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી સાંસદ રમેશ ધડુકની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પોરબંદર રાજમહેલ પાસે ચોપાટીની વિશાળ જગ્યામાં યોગસાધકો દ્વારા યોગસાધના કરવામાં આવી હતી.

International Yoga Day 2023 : પોરબંદરમાં 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા મહાનુભાવોએ ચોપાટી પર આસન જમાવ્યું

author img

By

Published : Jun 21, 2023, 2:59 PM IST

ચોપાટીની વિશાળ જગ્યામાં યોગસાધના

પોરબંદર : સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મનથી તંદુરસ્ત રહેવા માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ' થીમ સાથે 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જે અન્વયે પોરબંદર ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી પોરબંદરના સાંસદ રમેશ ધડુકની ઉપસ્થિતિમાં રાજ મહેલ પાસે ચોપાટી ખાતે કરવામાં આવી હતી.

નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન.આપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે... કે.ડી.લાખાણી (જિલ્લા કલેકટર)

જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર :વધુમાં કલેકટર લાખાણીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર પોરબંદરમાં હજારો લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગને જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર કર્યો હતો. વિવિધ સંસ્થાઓના સભ્યો તથા સ્કૂલો કોલેજોના વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતાં.

વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન : વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.પોરબંદરની ચોપાટી ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તથા વિવિધ સ્કૂલ તથા કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ કર્યા હતાં. રાણાવાવ તથા માધવપુરમાં પણ સમૂહ યોગના કાર્યક્રમ યોજાયા હતાં.

અંધજનોએ કર્યા યોગ : પોરબંદરમાં આવેલ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના 25 થી વધુ અંધજનોએ પણ આ સામૂહિક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કુદરતી વાતાવરણમાં યોગ કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો સાથે લોકોને યોગ કરવા અપીલ કરી હતી.

જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલી નીકળી : લોકોમાં યોગ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીને સાંસદ રમેશ ધડુક ,પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા ,જિલ્લા કલેકટર કેડી લાખાણી તથા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની અને ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ ઓડેદરાએ લીલી ઝંડી આપી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા સાથે જિલ્લા કલેકટર કે ડી લાખાણી , નિવાસી અધિક કલેકટર જોશી , પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ,કર્મચારીઓ સાથે પોલીસ જવાનો, પોલીસ કેડેટ્સ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

  1. International Yoga Day 2023: મોદીએ ભારતીય નૌકાદળ દ્વારા 'ઓશન રિંગ ઑફ યોગ'ની પ્રશંસા કરી
  2. International Yoga Day: CM પટેલની હાજરીમાં 1.45 લાખથી વધુ લોકોએ યોગા કરી રેકોર્ડ બનાવ્યો
  3. International Yoga Day : યોગ એ આપણી સનાતન પરંપરાનો અભિન્ન અંગ રહ્યો છે, મોદીથી લઈને યોગી ઉજવણી કરી રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.