ETV Bharat / state

Porbandar News : પોરબંદરમાં મગફળીના ટેકાના ભાવ કરતા બજારના ભાવ વધુ મળ્યાં, ટેકાના ભાવનું શું થયું જૂઓ - ખેતીવાડી અધિકારી

મગફળીની સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદર વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરેલું છે. પાક તૈયાર થતાં પોરબંદર એપીએમસીમાં મગફળીની આવક થઇ રહી છે. ત્યારે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ વધુ મળતા મોટાભાગના ખેડૂતો બજાર ભાવે મગફળી વેચી રહ્યા છે.

Porbandar News : પોરબંદરમાં મગફળીના ટેકાના ભાવ કરતા બજારના ભાવ વધુ મળ્યાં, ટેકાના ભાવનું શું થયું જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 9:32 PM IST

બજારમાં 100 રુપિયા વધુ ભાવ મળતાં ખેડૂતો રાજી

પોરબંદર : પોરબંદરમાં મગફળીના ટેકાના ભાવ કરતા બજારના ભાવ વધુ મળી રહ્યા છે. ત્યારે 21 તારીખથી મગફળી સોયાબીન ટેકાના ભાવે ખરીદી માટે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં સેન્ટર શરૂ કરાયા છે. ગત વર્ષે મોટા ભાગના ખેડુતો એ ટેકાના ભાવે ખરીદી કરી હતી પરંતુ આ વર્ષે એક પણ ખેડૂતોએ બોણી કરી નથી.

મગફળીનું 74,335 હેક્ટરમાં વાવેતર : પોરબંદર જિલ્લાના ખેતીવાડી અધિકારી હસમુખભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં મગફળીનું 74,335 હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્ય સરકાર દ્વારા ગત તરીકે 21 10 2023 થી ટેકાના ભાવે મગફળી સોયાબીન અને અડદની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોરબંદર એપીએમસી ખાતે અને કુતિયાણા એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે.

સોયાબીન મગ અડદ તથા મગફળીની ખરીદી સરકાર દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા ખરીદ પ્રક્રિયા શરૂ થઈ છે. આ અગાઉ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક મીટીંગ યોજાઇ હતી. જેમાં તમામ ખરીદ એજન્સીઓને ખરીદ પ્રક્રિયા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. મગફળી માટે અત્યાર સુધીમાં 1,358 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાનાભાવે ખરીદીમાં એપી એમસી ખાતે ખેડૂતોને કોઈ મુશ્કેલી હોય તો સમ્પર્ક કરવા જણાવ્યું હતું. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર એક પણ ખેડૂતે હજી સુધી મગફળીનું વેચાણ ટેકાના ભાવે કર્યું નથી...હસમુખભાઈ ત્રિવેદી (ખેતીવાડી અધિકારી, પોરબંદર)

ટેકાના ભાવ કરતાં બજારમાં સો રૂપિયા વધુ મળે છે : પોરબંદરમાં મગફળીની આવક આ વર્ષે સારી છે. નગડીયા ગામના ખેડૂત જેસાભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે આ વર્ષે તેના ખેતરમાં પણ વધુ સારી મગફળી થઈ છે અને તેઓ આજે મગફળીનું વેચાણ કરવા આવ્યા છે. પરંતુ ટેકાના ભાવ કરતા 100 રુપિયા તેઓને વધુ મળી રહ્યા છે. આથી બજારના ભાવે તેઓએ તેમની મગફળી વેચી હતી અને ખુશી અનુભવી હતી.

  1. Gujarat Farmer: કોડીનાર માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ, મગફળી રાખવાની જગ્યા ખુટી પડતા 4 નવેમ્બર સુધી નવી મગફળી ન લાવવા ખેડૂતોને સૂચના
  2. Groundnut Oil Price : ભાવનગર યાર્ડમાં મગફળીની આવક શરુ, સિંગતેલના ભાવ ઘટવા અંગે શું કહે છે વેપારી
  3. Bhavnagar Agriculture : ભાવનગરમાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતોને કયા પાકમાં સૌથી વધુ ભાવની અપેક્ષા જૂઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.