પોરબંદર: જન્માષ્ટમીના મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર પાલિકાની જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા એજન્ડામાં ગત 2023 નાં વર્ષ દરમ્યાન પાલીકાનાં જુદા-જુદા વિભાગના કામો તથા ખરીદી સબંધે ખર્ચાની ગાઈડલાઈન મુજબનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકાનાં માલ-સામાનનો, ભંગારની હરાજીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જન્માષ્ટમીમાં મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. એજન્સી મારફતે સેવક કોન્ટ્રાક્ટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
ખેદ વ્યક્ત: પોરબંદર છાયા નગરપાલિકા જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં 82 જેટલા ઠરાવ પાસ કર્યા બાદ વિરોધ પક્ષના કાઉન્સિલર ફારૂક સૂર્યા એ પાણી મુદ્દે રજૂઆત કરવા ઉભા થયા તેજ સમયે બેઠક પૂર્ણ થઈ છે. તેવું જાહેર કરી પાલિકા પ્રમુખે કોઈ જવાબ ન આપી જનરલ સભામાંથી તમામ સભ્યો બહાર નીકળી ગયા હતા.પાણી મુદ્દે પાલિકા પ્રમુખના આવર્તન લઈ ખેદ વ્યક્ત કર્યો હતો.
50 લાખનો ખર્ચ: નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને નવા વધેલા લઘુતમ વેતનનો દર મુજબ વેતન ચુકવવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. 2023-24 દરમિયાન નગરપાલિકા તરફથી જુદી-જુદી કોર્ટમાં કેસો અંગે વકીલને રોકવા અલગ 82 જેટલા એજન્ડા રજૂ તથા વકીલાતની ફી તથા આ અંગેના અન્ય ખર્ચનાં બીલો ચુકવવા 20 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો.
આ પણ વાંચો Water Crisis in Porbandar : 12 દિવસથી પાણી વિના ટળવળતા વિસ્તાર, પોરબંદરમાં પાણીની પારાયણ
ખર્ચ મંજુર: પોરબંદર પાલિકા સંચાલિત ફુવારા, દુલીયા ક્રિકેટ બાગ-બગીચા, ગ્રાઉન્ડ, માછલીઘર સહિતનાં સ્થળોને જાળવણી માટે 50 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલીકાનાં અલગ અલગ વિભાગોનાં વાર્ષિક ખર્ચ માટેની રકમ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ગ-3 અને 4 નાં કોન્ટ્રાક્ટ બેઝ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતનાં વિકાસના કામો માટે ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.