પોરબંદર: લોકડાઉન 3.0માં મચ્છીનું વેચાણ માર્કેટનું તંત્રએ જાહેરનામુ બહાર પાડયુ હતું, પરંતુ માર્કેટમાં જ મચ્છીનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરનાર 60 જેટલી મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-60-woman-arested-in-lockdown-10018_11052020153501_1105f_1589191501_73.jpg)
તમામ મહિલાઓની ધરપકડ કરી સોશિયલ ડિસ્ટન્સની સાથે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવી હતી. આ અંગે જાણ થતાં ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ પોલીસ હેડક્વાર્ટ પહોચ્યા હતા અને મહિલાઓની જામીન માટેની કાર્યવાહી હાથ ધરી હતી.