પોરબંદરઃ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ શનિવારે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આઈસોલેશન વોર્ડની પણ મુલાકાત લીધી હતી. જેમાં હાલ 2 વ્યક્તિઓ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત ખેડૂત તાલીમ કેન્દ્રમાં સાત લોકોને કોરનટાઈન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને કોરોના બાબતે સતર્ક રહેવા જણાવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે ઘર-ઘર જઈને તપાસ કરસીઆમાં આવશે તથા આસ પાસમાં કોઈ વિદેશથી આવ્યા હોય તો, તે અંગેની માહિતી આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપવા વિનંતી કરાઈ હતી. આ ઉપરાંત 22 માર્ચના રોજ વડાપ્રધાનના દ્વારા જાહેર કરવામાં આવેલા જનતા કરફ્યૂમાં સહકાર આપી લોકોને બહાર ન નીકળવા અપીલ કરી હતી.