પોરબંદરઃ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ, પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની સાહેબની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાંથી દારૂ/જુગારની બદી દૂર કરવાની સૂચના સબબ મિયાણી-મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર યુ.બી.અખેડ તથા પિયુષભાઇ રણમલભાઇ અના.પોલીસ કોન્સટેબલ તથા અશ્વીનભાઇ વેજાભાઇ વરૂ અનાર્મ્ડ લોકરક્ષક તથા અરવિંદભાઇ કરશનભાઇ ખરા અનાર્મ્ડ લોકરક્ષક તથા કારાભાઇ મુરુભાઇ હુણ અનાર્મ્ડ લોકરક્ષક સાથે મિંયાણી-મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમ્યાન કાંટેલા ગામથી ખીમેશ્વર મંદીર તરફ જતા રસ્તે કેનાલની કાંઠે જાહેરમાંથી પૈસા તથા પાના વડે રોનપોલીસ નામનો (તિન પત્તીનો) હારજીતનો જુગાર રમતા રામાભાઇ સુકાભાઇ કેશવાલા, પરબતભાઇ રણમલભાઇ ઓડેદરા, નાગાભાઇ જેઠાભાઇ કુછડીયા (ઉ.વ.૫૦ ધંધો-ખેતી) લોકોને રોકડા રૂ.17,870- ના મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારા કલમ-12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.