પોરબંદર: જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીએ જિલ્લામા ગંભીર ગુના આચરી ભાગી ગયેેલા
ફરાર આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપી હતી. જે અન્વયે LCB PI એમ.એન.દવે તથા LCB PSI એન.એમ.ગઢવી સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન LCB PI એમ.એન.દવેને બાતમી મળી હતી કે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ખૂનનો પ્રયત્ન, ખંડણી માંગવી, પ્રોહીબિશન જેવા અનેક ગુનાઓમાં ફરાર આરોપી કાના કુતિયાણા તાલુકાના ટેરી ગામથી ગોકળગામ વાળા રસ્તેથી સ્વીફટ ગાડીમાં નિકળનાર છે .

આથી અધિકારીઓએ ગોકળગામ મંદિર પાસે વોચમા રહી તેને ઝડપી પાડયો હતો અને તેના કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યમાં પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ .ગઢવી, ASI બટુકભાઇ વિંઝુડા, HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, PC સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વગેરે રોકાયેલા હતા.