- માછીમારોએ અમુક પ્રકારની લાઈન ફિશિંગ પદ્ધતિનો કર્યો વિરોધ
- કડક પગલા ભરવા કરાઈ માંગ
- 100 થી વધુ બોટ એકસાથે અર્ધગોળાકાર લાઈનમાં રહી રાક્ષસી પ્રકારની માછીમારી થતી હોવાથી માછીમારોને મુશ્કેલી
- આ માછીમારીથી દરિયાઇ વનસ્પતિ, જીવ સૃષ્ટિ અને નાની માછલીનું નીકળે છે નિકંદન
પોરબંદરઃ પોરબંદરના મધદરિયામાં 100થી વધુ બોટ એકસાથે અર્ધગોળાકાર લાઈનમાં ગોઠવાય રાક્ષસી પ્રકારની (લાઇન ફિશિંગ ) માછીમારી થતી હોવાથી દરિયાઇ વનસ્પતિ, જીવ સૃષ્ટિ અને નાની માછલીનું નિકંદન નીકળે છે. જથી માછીમાર બોટ એસોસિએશન દ્વારા આ ફિશિંગ પદ્ધતિને લઈ તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર માછીમાર બોટ એસોસિએસન દ્વારા જીલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી અમુક માછીમારો દ્વારા અમુક પ્રકારની લાઈન ફીશીગ પદ્ધતિથી માછીમારી કરવામાં આવી રહી છે. જેમાં માછીમારો અને ગુજરાતના મત્સ્યદ્યોગ તેમજ દરિયાઈ પર્યાવરણને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. આ પ્રકારની ફિશિંગ દ્વારા દરિયાઇ વનસ્પતિ અને નાની માછલીઓના ખોરાકનું પણ નિકંદન નીકળી રહ્યું છે. રાક્ષસી પદ્ધતિના કારણે માછલીઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
આ પ્રકારની ફિશિંગ પદ્ધતિમાં 100થી વધુ બોટ અર્ધગોળાકાર લાઈનમાં ગોઠવાઈ અને એક સાથે ત્રણ થી ચાર કિલોમીટરના વિસ્તારમાં આવીને એક સંગઠિત પ્રકારનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરી માછીમારી કરવામાં આવી રહી છે. આ વિસ્તારની માછલી, વનસ્પતિ અને જીવ સૃષ્ટિનો નાશ થાય છે. જેથી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજૂઆત માછીમાર બોટ એસોસિએસન દ્વારા કરવામાં આવી છે.
પોરબંદરના માછીમારોએ અમુક પ્રકારની લાઈન ફિશિંગ પદ્ધતિથી થતી માછીમારીનો કર્યો વિરોધ - line fishing
પોરબંદરમાં માછીમારો દ્વારા વિવિધ પદ્ધતિઓથી માછીમારી કરવામાં આવતી હોય છે. ત્યારે માછીમાર બોટ એસોસિએસન દ્વારા અમુક પ્રકારની ફિશિંગ પદ્ધતિને લઈ વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
porbandar