પોરબંદર: EWS હેઠળ આવતા જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારને RTEમાં સમાવેશ કરવાની માગ પોરબંદર NSUI દ્વારા કરવામાં આવી છે.
UPA સરકાર શાસનમાં હતી, ત્યારે આર્થિક રીતે નબળા પરિવાર હોય તેમના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે RTE યોજના લાવવામાં આવી હતી. RTE (શિક્ષણનો અધિકાર) જેમાં 25 ટકા નબળા પરિવારના બાળકોને ખાનગી શાળાના મફત પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ધો-1 થી ધો-8 સુધી શિક્ષણનો ખર્ચ સરકાર ઉઠાવે છે.
તા.19/08/2020થી 29/08/2020 સુધી RTEમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ માત્ર 10 દિવસનો સમય આ પ્રક્રિયામાં આપતા ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી જશે. હાલ કોરોના મહામારીની સ્થિતિ હોવાથી એકઠું થવું પણ મુશ્કેલ છે. ત્યારે સાયબર કાફેમા ફોર્મ ભરવા માટે વાલીઓને હેરાનગતિ થાય છે. વાલીઓની રજૂઆતને પગલે પોરબંદર NSUIએ શિક્ષણ અધિકારીને વિનંતી કરી હતી કે, ઓનલાઇન પ્રક્રિયાની સમય મર્યાદામાં 1 મહિનાનો વધારો કરવામાં આવે.
ઘણા પરિવાર ભાડાના મકાનમાં રહેતા હોય છે. ત્યારે તેમની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેમના બાળકોને આ યોજનાનો લાભ મળે, તે માટે તેમનો જે ભાડા કરાર છે તેના આધાર પુરાવા માન્ય રાખવામાં તેવી પણ પોરબંદર NSUI માગ કરી હતી.
RTEમાં EWS કવોટાનો સમાવેશ કરવામાં આવે, તેમાં જેટલી પણ જ્ઞાતિનો સમાવેશ થતો હોય અને જનરલ કેટેગરીના હોય તેમની આર્થિક રીતે નબળા હોય જેમની આવક 1,50,000 કરતા ઓછી છે. તેઓના પરિવારને પણ RTEમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ માગ NSUIએ કરી હતી.