ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 44 ઇંચ વરસાદ, વર્તુ-2 ડેમના 15 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યાં - Total rainfall in Porbandar

પોરબંદર જિલ્લામાં ચોમાસુ શરૂ થતાની સાથે જ અનરાધાર મેઘરાજા વરસી રહ્યા છે, અને હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ સુધી વધુ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 44 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદર તાલુકામાં 974 MM, રાણાવાવમાં 1170 MM તેમજ કુતિયાણામાં 1126 MM વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.

Rainfall in Porbandar
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 44 ઇંચ વરસાદ, વર્તુ-૨ ડેમના 15 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યાં
author img

By

Published : Aug 14, 2020, 5:53 PM IST

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 44 ઈંચ વરસાદ

  • હવામાન વિભાગે હજુ પાંચ દિવસ સુધી વરસાદની કરી આગાહી
  • બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત
  • માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના
  • વર્તુ-2 ડેમના 15 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યાં
  • નવ ગામોને કરાયા એલર્ટ કરાયા

પોરબંદરઃ જિલ્લામાં ચોમાસુ શરૂ થતાની સાથે જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ સુધી વધુ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 44 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદર તાલુકામાં 974 MM, રાણાવાવમાં 1170 MM તેમજ કુતિયાણામાં 1126 MM વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.

Rainfall in Porbandar
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 44 ઇંચ વરસાદ

જિલ્લાના બરડા પંથકમાં ગુરૂવારની રાત્રે પાંચ કલાકમાં અંદાજે પાંચથી છ ઈંચ વરસાદ પડ્યો હતો, જેથી પોરબંદર, જામનગર, જામ ખંભાળિયા અને જામ રાવલનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત કુણવદર નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

પોરબંદર તાલુકાના ઈશ્વરીયા ગામ પાસે આવેલો વર્તુ-૨ ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાના કારણે ડેમની નિર્ધારિત સપાટી જાળવવા માટે ડેમના 15 દરવાજાઓ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી આસપાસના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. પોરબંદરના એશ્વર્યા, પારાવાડા, ફટાણા, શીંગડા, મોરાણા, મિયાણી, સોઢાણા સહીત ડેમની આસપાસ આવેલા નવ ગામડાઓને સાવચેત રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં લોકોને અને ઢોરને ન લઈ જવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લાની સુરક્ષા માટે એનડીઆરએફની ટીમ ખડેપગે કાર્યરત છે. જેમાં એનડીઆરએફના 21 જવાનો હાલ વસનજી ખેરાજ સ્કૂલમાં તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં ક્યાંય પણ મોટો અકસ્માત કે પૂરની સંભાવના થાય તો તાત્કાલિક ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવશે, જોકે લોકોને પોતાની રીતે સાવચેત રહેવા પોરબંદરના અધિકારીઓએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.