- પોરબંદર જિલ્લા ભાજપના સાત મોરચાઓમાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક
- યુવા મોરચાનાના પ્રમુખ તરીકે લકી રાજસિંહ વાળાની નિમણૂક
- મહિલા મોરચાના પ્રમુખ તરીકે મીતાબેન થાનકીની વરણી
પોરબંદરઃ જિલ્લા ભાજપ દ્વારા અલગ અલગ સાત જેટલા મોરચામાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં યુવા ભાજપ પ્રમુખ તરીકે લકી રાજસિંહ વાળાની વરણી કરવામાં આવી છે. જ્યારે રાણાવાવના જગદીશ બાપોદરા અને કુછડીના રામભાઈ કુછડીયાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે મિતાબેન થાનકીની વરણી અને બે મહામંત્રી તરીકે સવિતાબેન કુહાડા અને કુતિયાણાના ગીતાબેન વદરની નિમણુક કરવામાં આવી છે.
પ્રમુખ અને મહામંત્રીઓની કરવામાં આવી વરણી
લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે પોરબંદરના પ્રમુખ તરીકે ઇબ્રાહિમ સંઘારની વરણી થઇ છે. જ્યારે બે મહામંત્રીમાં હનીફ જુમાં રુંજા તથા કુતિયાણાના હસન મન્સુરીની નિમણુંક થઈ છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અડવાણાના લખમણ કરાવદરા તથા બે મહામંત્રીઓમાં માધવપુરના રામભાઈ કરગઠિયા અને કુતિયાણાના રામનગરમાં રહેતા દેવાભાઈ વાઢીયાની વરણી થઈ છે.
આ પણ વાંચોઃ રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક બાદ સર્જાયો વિવાદ, જિલ્લાના રાજકારણમાં ગરમાવો
કિશાન મોરચામાં પ્રમુખ અને હોદેદારોની નિમણુક
આ ઉપરાંત કિશાન મોરચામાં પ્રમુખ તરીકે કુતિયાણાના નેભાભાઈ ગોરશેરા અને મહામંત્રીમાં નાગકાના રાણાવાયા તથા રાણાવાવના મુંજાભાઈ ગોઢાણીયાની વરણી થઇ છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિના મોરચામાં પ્રમુખ તરીકે છાયાના દિનેશ ચુડાસમા તથા મહામંત્રીમાં પોરબંદરના કિરીટ સાદીયા તથા ઇશ્વર્યાના રાજુ રાઠોડની નિમણૂક થઈ છે. અનુસૂચિત જનજાતિના પ્રમુખ તરીકે રાણાવાવના અરજણ હુણ તથા મહામંત્રીઓમાં રામગઢના ભીખા કોડીયાતર તેમજ બિલડીના દેવા હુણની નિમણુક થઈ છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારમાં ભાજપે 7 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી નડીયાદમાં ભાજપ મહિલા મોરચાએ રક્તદાન કેમ્પ યોજ્યો
ધારાસભ્ય સહિત તમામા હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી
પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાના માર્ગદર્શન નીચે આ નિમણૂક થઈ છે. તેઓએ શુભેચ્છા પાઠવી હતી તેમજ જીલ્લા મહામંત્રી અશોક મોઢા ખીમજી મોતીવરસ તથા નિલેશ મોરી અને શહેર પ્રમુખ પંકજ મજીઠીયા તેમજ નગરપાલિકા પ્રમુખ સરજુ કારીયાએ પણ તમામ હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.